શાળા જ નહિ હોય તો કેવી રીતે “ભણશે ગુજરાત”, ભુજ તાલુકા મોવારવાંઢની શાળાની મંજૂરી માટે રજૂઆત

351

ભુજ : સરકાર દ્વારા અવારનવાર “વાંચે ગુજરાત ” જેવા સૂત્રો સાથે મોટા મોટા કાર્યક્રમો યોજી અને ગુજરાત રાજ્ય શિક્ષણમાં અગ્રેસર છે તેવી જાહેરાતો કરવામાં આવે છે. ત્યારે કચ્છ જિલ્લા માં એવા ગણા અંતરિયાળ વિસ્તાર બન્ની-પચ્છમ, નખત્રાણા, લખપત વગેરે જગ્યાએ ગણા એવા ગામડાઓ છે કે જ્યાં પ્રાથમિક શિક્ષણ પણ ઉપલબ્ધ નથી. જો શાળા જ ના હોય તો લોકો શિક્ષિત કેમ થશે અને જો લોકોમાં શિક્ષણ નહિ હોય તો કેવી રીતે “વાંચે ગુજરાત” નું સૂત્ર સાર્થક થશે. એવો જ એક કિસ્સો ભુજ તાલુકા લૂડિયાં ગમે મોવારવાંઢ નો સામે આવ્યો છે. આજે બપોરે 4 વાગ્યે હાજીપીર બન્ની પર્યાવરણ સુરક્ષા ટ્રસ્ટ દ્વારા મોવારવાંઢમાં પ્રાથમિક શાળાની મંજૂરી બાબતે આવેદન આપ્યું હતું.

આ રજુઆતમાં જણાવ્યા મુજબ ભુજ તાલુકા મોવારવાંઢની પ્રાથમિક શાળાની મંજૂરી માટે વર્ષ 1998 થી જાગૃત લોકો રજુઆત કરી રહ્યા છે. છતાં આ શાળાને રાજકીય કિન્નાખોરીના કારણે મંજૂરી આપવામાં આવતી નથી. મોવારવાંઢના 38 જેટલા વિદ્યાર્થીઓ ગામમાં શાળા ન હોવાથી 3 કી.મી. દૂર કાચા અને રેતાળ રસ્તામાંથી પસાર થઇ ને જવું પડે છે જેના કારણે નાના ભુલકાઓને ખુબજ મુશ્કેલી વેઠવી પડે છે. પ્રાથમિક શાળાની મંજૂરી ના મળતા ગામના મોટા ભાગના લોકો આઝાદીના 75 વર્ષ પછી પણ અભણ રહ્યા છે. વધારેમાં જણાવ્યું હતું કે 2007 માં જે બાળકોનો લિસ્ટ વહીવટી તંત્રને આપવામાં આવ્યો હતો તે હમણાં અભણ વાલીઓ છે. વાલીઓએ પોતાની જિંદગી શિક્ષણ વિના વિતાવી છે પણ તેમની આવનારી પેઢીઓ શિક્ષણથી વંચિત ના રહે તે માટે આ શાળાને વહેલી તકે મંજૂરી આપવામાં આવે તેવી રજુઆત ટ્રસ્ટના પ્રમુખ યાકુબ મુતવાએ કરી હતી.

Get real time updates directly on you device, subscribe now.