2017 વિધાનસભાની ચુંટણી માટે ઉમેદવારે શપથ લેવા પડશે

255

ભુજ : વિધાનસભાની સામાન્‍ય ચુંટણી-૨૦૧૭ માં ઉમેદવારી કરવા ઈચ્‍છતા ઉમેદવારોનું ભારતના સંવિધાનની કલમ-૧૭૩(ક) મુજબ, સંવિધાનની ત્રીજી અનુસૂચિમાં નકકી થયા મુજબના નમૂનામાં ચુંટણી આયોગ દ્વારા તે હેતુ માટે અધિકૃત કરાયેલ સક્ષમ ઉમેદવારે શપથ લઇને, તેમાં સહી કરવાની રહેશે અને તો જ એ ઉમેદવાર વિધાનસભાની બેઠક માટે પસંદ થવા પાત્ર ગણાશે. ઉમેદવારોની અનુકુળતા ખાતર જેમની સમક્ષ ઉમેદવાર શપથ કે પ્રતિજ્ઞા લઇને તેમાં સહી કરશે. બધા સવેતન ઈલાકા મેજીસ્‍ટ્રેટ અને સવેતન પ્રથમ વર્ગના મેજીસ્‍ટ્રેટ. બધા જિલ્‍લા ન્‍યાયાધીશ અને જિલ્‍લા ન્‍યાયાધીશ સિવાયની રાજયના અદાલતી સેવામાંથી વ્‍યકિતઓ. ઉમેદવાર જેલમાં હોય તો જેલના અધિક્ષક. ઉમેદવાર નિવારક અટકાયત હેઠળ હોય તો અટકાયત કેમ્‍પના કમાન્‍ડન્‍ટ

ઉમેદવાર માંદગી અથવા અન્‍ય કોઇ કારણોસર હોસ્‍પિટલમાં અથવા અન્‍ય કોઇ સ્‍થળે પથારીવશ હોય તો હોસ્‍પિટલના ઈન્‍ચાર્જ તબીબી અધિક્ષક અથવા તેની સારવાર કરતાં તબીબ ઉમેદવાર ભારત બહાર હોય તો જે દેશમાં હોય તે દેશ ખાતેના ભારતના રાજનૈતિક અથવા કોન્‍સ્‍યુલર પ્રતિનિધિ અથવા આવા કોઇ રાજનૈતિક અથવા કોન્‍સ્‍યુલર પ્રતિનિધિને અધિકૃત કરેલ છે. આમ, ઉમેદવારે ચુંટણી ઉમેદવારી પત્ર રજુ કર્યા બાદ જ તે શપથ લઇ અને શપથ પત્રમાં સહી કરી શકશે. તે ઉપરાંત સર્વોચ્‍ચ અદાલતના નિર્ણય અનુસાર ઉમેદવારી પત્રોની ચકાસણીની તારીખ પહેલાં એટલે કે આગામી વિધાનસભાની સામાન્‍ય ચુંટણીઓ સંદર્ભમાં પ્રથમ તબકકા માટે તા.૨૨મી નવે.૨૦૧૭ અને બીજા તબકકા માટે તા.૨૮મી નવે.૨૦૧૭ પહેલાં જ શપથ કે પ્રતિજ્ઞા લેવાની રહેશે અને તેમાં સહી કરવાની રહેશે. ઉમેદવારી પત્ર ભર્યા બાદ તરત જ ઉમેદવાર દ્વારા શપથ લેવામાં આવે તે ઈચ્‍છનીય છે તેવું મુખ્‍ય ચુંટણી અધિકારી, ગુજરાત રાજયની યાદીમાં જણાવાયું છે.

Get real time updates directly on you device, subscribe now.