AICC મંત્રી અને સૌરાષ્ટ્ર-કચ્છના પ્રભારી રાજીવ સાતવએ કચ્છની મુલાકાત લીધી

164

ભુજ : ઓલ ઇન્ડિયા કોંગ્રેસના મંત્રી અને સૌરાષ્ટ્ર-કચ્છના પ્રભારી રાજીવ સાતવએ રવિવારે ભુજ કોંગ્રેસ કાર્યાલય ખાતે કચ્છ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ને રૂબરૂ મળી પાર્ટીના આવનારા દિવસોમાં ગુજરાત વિધાનસભા ચૂંટણીની તૈયારીના ભાગ રૂપે વિસ્તૃત ચર્ચા કરી અને આગેવાનો તથા કાર્યકરોનો મત જાણ્યો હતો. ભાજપના રાજમાં દરેક વર્ગ પરેશાન છે. અને શાસનનું દમન વધતું જાય છે માટે પ્રજા આ દમનથી મુકત થવા ભાજપને હટાવી અને કોંગ્રેસને સતા પર બિરાજમાન કરશે.

માટે આગેવાનો અને કાર્યકરોને સક્રિય ભૂમિકા ભજવવા અનુરોધ કરાયો હતો. દરેક દાવેદારોએ પણ સંકલન કરીને ભાજપને પરાસ્ત કરવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. સવારે 10 વાગ્યાથી સાંજ સુધી દરેક વિધાનસભા દીઠ આગેવાનો અને કાર્યકરો સાથે ચર્ચા કરી હતી. આ પ્રસંગે નરેશ મહેશ્વરી, વી.કે.હુંબલ, ડો.કિરીટસિંહ રાણા, સુફિયાન મલેક, બાબુભાઇ શાહ, જુમ્મા રાયમા, નવલસિંહ જાડેજા, આદમ ચાકી, ઉષાબેન ઠકકર, શિવદાસ પટેલ વગેરે પ્રદેશ તેમજ જિલ્લા કક્ષાના આગેવાનો તેમજ કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.

Get real time updates directly on you device, subscribe now.