નખત્રાણા તાલુકાના બાંડિયારામાં પવનચક્કીના વીજ વાયરના શોકથી ફરી એક રાષ્ટ્રીય પક્ષીનું મૃત્યુ : કંપનીના જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ

684

નખત્રાણા : કચ્છમાં પવનચક્કીઓ આવ્યા બાદ તેના વીજ વાયરના શોકના કારણે પક્ષીઓના મૃત્યુના સમાચાર અવાર-નવાર સાંભળવા મળે છે. ખાસ કરી અબડાસા લખપત અને નખત્રાણા તાલુકાના જંગલોમાં કે જ્યાં રાષ્ટ્રીય પક્ષી મોરનો વસવાટ છે. આ માટે અનેક એકટીવીસ્ટો તેમજ રાજકીય આગેવાનો લડત ચલાવી છે પણ તંત્રે હજી સુધી આ મુદે ઠોસ કાર્યવાહી ન કરતા આ સિવસીલો થમવાનો નામ નથી લેતો.

આજે ફરી રાષ્ટ્રીય પક્ષી મોરના મૃત્યુની ઘટના નખત્રાણા તાલુકાના બાંડિયારા (નેત્રા) માં સામે આવી છે. આ મુદે નખત્રાણા તાલુકાના બાંડિયારાના સામાજિક કાર્યકર મામદ સંઘાર, નેત્રાના હારૂન આમદ કુંભાર અને શીવજી સીજુ દ્વારા નખત્રાણા રેંજ ફોરેસ્ટ અધિકારીને રજૂઆત કરવામાં આવી છે. અરજદારો પૈકીના મામદ સંઘાર બાંડિયારા રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ગામની દક્ષિણે આવેલ સુઝલોન કંપનીના પવનચક્કીની વિજલાઇનના પોલ નં. 216 પર સોટ સર્કીટ થવાથી મૃત્યુ પામેલ રાષ્ટ્રીય પક્ષી મોર જોવા મળ્યો હતો. આ મુદે નેત્રાના હારૂન આમદ કુંભાર તથા શીવજી સીજુ ત્યાં બોલાવી કાયદાકીય કાર્યવાહી કરવા સંયુક્ત ફરિયાદ કરી હતી.

રજૂઆતમાં વધુમાં જણાવેલ છે કે એક વર્ષ અગાઉ આજ વીજપોલ પર શોક લાગવાથી મોરનું મૃત્યુ થયું હતું. બાંડિયારા ગામમાં અત્યાર સુધી કુલ છ રાષ્ટ્રીય પક્ષીઓના મૃત્યુ થયા છે. પવનચક્કીઓના વીજપોલના કારણે અવાર-નવાર રાષ્ટ્રીય પક્ષી મૃત્યુ પામે છે.

હાલ ભારત સરકાર તેમજ ગુજરાત સરકાર દ્વારા આઝાદીનો અમૃત મહોત્સવ મનાવાઇ રહ્યો છે પણ આપણા રાષ્ટ્રીય પક્ષીની સલામતી નથી જે બાબત ખૂબજ ચિંતાજનક અને દૂખદ છે. આ ઘટનાની યોગ્ય તપાસ કરી, ઘટના માટે જવાબદાર કંપનીના તમામ હોદેદારો સામે ભારતીય વનયજીવ સંરક્ષણ-1972 મુજબ તેમજ રાષ્ટ્રીય પક્ષીના મૃત્યુ બદલ લાગુ પડતા તમામ કાયદાઓ તળે ફરિયાદ નોંધી કડક કાર્યવાહી કરવા રજૂઆત કરાઈ છે.

Get real time updates directly on you device, subscribe now.