નુપુર શર્માના સમર્થનમાં રેલી કાઢનાર રાજસ્થાન કોંગ્રેસી અગ્રણી પર કાર્યવાહી ન થતા, કચ્છના હાજી જુમા રાયમાનો કોંગ્રેસ માથી રાજીનામું

973

ભુજ : સમગ્ર દેશમાં ઇસ્લામ ધર્મના પયગંબરનું અપમાન કરવા બદલ, ભાજપના પૂર્વ પ્રવક્તા નુપુર શર્મા અને નવીન જિંદાલ વિરૂદ્ધ મુસ્લિમ સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. કચ્છમાં પણ વિવિધ મુસ્લિમ સંગઠનો દ્વારા આ મુદે રજૂઆતો કરવામાં આવી છે. અત્યાર સુધી આ મુદે ભાજપનો વિરોધ ચાલી રહ્યો હતો. હવે આ મુદો કોંગ્રેસને પણ દઝાડે તેવી પુરે પુરી શક્યતા છે.

બે-ત્રણ દિવસ અગાઉ એક મુદો અચાનક સામે આવ્યો, જેમાં રાજસ્થાન કોંગ્રેસના નેતા અને કોંગ્રેસની ટિકિટ પરથી સાંસદની ચૂંટણી લડી ચૂકેલા પ્રમોદ શર્માએ પયગંબર સાહેબનું અપમાન કરનાર નુપુર શર્માના સમર્થનમાં રેલી કાઢી હતી. આ મુદો સામે આવતા, કચ્છના મુસ્લિમ આગેવાન અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અગ્રણી હાજી જુમા રાયમાએ ટ્વીટ કરી કોંગ્રેસ અગ્રણીઓને પ્રમોદ શર્માને પાર્ટી માંથી હાંકી કાઢવા માંગ કરી હતી. આ મુદે 2 દિવસનું અલ્ટીમેટમ આપ્યું હતું. આ બે દિવસમાં રાજસ્થાન કોંગ્રેસ દ્વારા કોઈ કાર્યવાહી ન થતા શ્રી રાયમાએ રાજીનામુ આપી દીધેલ છે.

પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરને સંબોધીને આપેલ રાજીનામામાં તેઓએ જણાવેલ છે કે તાજેતર મા ભાજપ ની પ્રવક્તા નુપુર શર્મા જે ઇસ્લામ ધર્મ ના મહાન પયગંમ્બર સાહેબ સામે આપતી જનક નિવેદન કરેલ જે બાબતે ભારત ની સાથે દુનીયાભરના મુસ્લિમ સમુદાય મા ભારે આક્રોશ ફેલાયેલ, આ મુદે રાજસ્થાન કોગ્રેસ પાર્ટી ની ટીકીટ પર ઝાલાવાડ લોકસભા લડેલા કોગ્રેસ ના નેતા પ્રમાદ શર્મા કે જેમણે નુપુર શર્મા ના સમર્થન મા રેલી કાઢી ને નુપુર શર્મા ને સમર્થન આપ્યુ હતું. આ મુદે પણ મુસ્લિમ સમાજ મા ભારે રોષ હતો અને કોગ્રેસ પાર્ટીના નેતા દ્વારા કરવામાં આવેલ આ પ્રકાર ના સમર્થન બાબતે પ્રદેશ પ્રમુખ સક્ષમ રાજસ્થાન કોગ્રેસ તેમને સસ્પેન્ડ કરે તેવી વિનંતી કરી હતી. આ મુદે ૩ દિવસ પછી પણ કોઈ પ્રત્યુત્તર ન મળ્યું કે ન તો પ્રમોદ શર્મા સામે કોઈ કાર્યવાહી થઇ, જે મુસ્લિમ સમાજની લાગણીને અવગણવા સમાન હોઇ તેઓએ રાજીનામું  આપ્યુ હોવાનું જણાવ્યું છે. શ્રી રાયમા દ્વારા આ રાજીનામુ પ્રદેશ કોંગ્રેસને ઇ મેઇલ દ્વારા મોકલ્યો છે.

આ રાજીનામા બાદ તેમના સમર્થનમાં કોંગ્રેસ પક્ષમાંથી મુસ્લિમ અગ્રણીઓ દ્વારા રાજીનામાના આપ્યાના મેસેજ સોશ્યલ મિડિયામાં વાયરલ થયા છે. પણ જુમા રાયમા સિવાય કોઈ પણ કોંગી અગ્રણીના સત્તાવાર રાજીનામાં વોઇસ ઓફ કચ્છ ન્યુઝને પ્રાપ્ત થયેલ નથી.

Get real time updates directly on you device, subscribe now.