ઇત્તિહાદુલ મુસ્લિમીન-એ-હિન્દ સંસ્થાની કારોબારીમાં શિક્ષણ અને આરોગ્ય સેવા માટે મહત્વના નિર્ણયો લેવાયા

640

અંજાર : ભુજ તાલુકાના નાના વરનોરા મધ્યેના TNS ફાર્મ ખાતે ઇત્તિહાદુલ મુસ્લેમીન-એ-હિન્દ સંસ્થાની કારોબારી ની મીટીંગ સૈયદ હૈદરશા પીર ના અધ્યક્ષ સ્થાને મળેલ હતી. મીટીંગ પૂર્વે સંસ્થા દ્વારા ભુજ મધ્યે આકાર પામનાર શૈક્ષણિક સંકુલ માટેની દાન માં મળેલ જમીન પર ઉપસ્થિત રહી જમીનનું નિરીક્ષણ કરી શૈક્ષણિક કેમ્પસ ની સફળતા માટે દુઆ ગુજારવામાં આવી હતી.

સંસ્થાની કારોબારી ની શરૂઆત મૌલાના સાલેમામદ દરાડ દ્વારા તિલાવત-એ-કુરઆન થી કરવા માં આવેલ. સંસ્થાના પ્રમુખ હાજી મોહમ્મદભાઈ આગરીયા દ્વારા ગત મીટીંગના કામો ની તેમજ સંસ્થા દ્વારા થઇ રહેલ વિવિધ સેવાકીય કાર્યો અંગે ની વિસ્તૃત માહિતી રજુ કરાયેલ. તેમજ ભુજ મધ્યે આકાર પામી રહેલ શૈક્ષણિક કેમ્પસ માટે ની દાન માં મળેલ જમીન શૈક્ષણિક હેતુ માટે બિનખેતીની પ્રક્રિયા વહેલી તકે પૂર્ણ કરી કેમ્પસ નું બાંધકામ વહેલી તકે શરુ કરવા માટે ની માહિતી આપવામાં આવેલ.

સંસ્થા ના સક્રિય ટ્રસ્ટી યુસુફભાઈ સંગારે દેશની ખુશહાલી, એકતા અને અમન ચૈન સાથે સંસ્થા દ્વારા કરાઈ રહેલ માનવતા ની ભલાઈ ના કાર્યો પર પ્રકાશ પાડતાં જણાવ્યું હતું કે સંસ્થાના તમામ કાર્યો કોઈ પણ જાત, ધર્મ કે નાતજાત ના ભેદભાવ વિના આમ જન સમુદાય માટે કરવામાં આવે છે. તેમજ સંસ્થાના ટ્રસ્ટી ડૉ.ફહીમ લાલા દ્વારા પણ દેશ અને સમાજના વિકાસ માટે એજ્યુકેશનની મહત્વતા વિશે તથા સમાજમાં મેડીકલ સર્વિસીઝ ની કેટલી જરૂર છે તે બાબતો થી વાકેફ કરાવી અને સંસ્થા ના બંને ક્ષેત્રે થઇ રહેલ કામોની સરાહના કરી હતી. તેમજ દેશ અને સમાજની તરક્કીમાં શિક્ષણનું મહત્વ સમજાવ્યું હતું. જેમાં સંસ્થાના તમામ ટ્રસ્ટીઓ, હોદ્દેદારો એ હાથ થી હાથ મિલાવી દેશ અને માનવતા ની ભલાઈ સંસ્થાની તરક્કી માટે સહયોગ કરવાનું આહવાન કર્યું હતું.

સંસ્થા દ્વારા દરેક સમુદાય ના ગરીબ, જરૂરતમંદ (જકાત લાયક) બીમાર દર્દીઓ માટે ‘હેલ્પ લાઈન’ શરુ કરી તેમને મદદરૂપ થવા સર્વાનુમતે નિર્ણય લેવાયો હતો. ભીરંડીયારા-ભુજ તથા નખત્રાણા મધ્યે સર્વરોગ નિદાન કેમ્પ યોજવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જેમાં આરોગ્ય કેમ્પો અંગેની જવાબદારી કચ્છ આરોગ્ય સમિતિના પ્રમુખ હબીબશા સૈયદને સોંપવામાં આવી હતી. ગુજરાત સાર્વજનિક રીલીફ કમિટી ના સહયોગ થી જાન્યુઆરી ૨૦૨૨ માં ‘આંખના મોતિય’નું ઓપરેશન કેમ્પ નખત્રાણા મધ્યે યોજવાનું નક્કી કરાયું હતું. તથા અંજાર મધ્યે હોસ્પિટલ નિર્માણ માટે દાનમાં મળેલ જમીન માટે ની કાનૂની પ્રક્રિયા વહેલી તકે પૂર્ણ કરી હોસ્પીટલનું નિર્માણ કાર્ય જલ્દી શરુ થઇ શકે તે માટે નિર્ણય લેવામાં આવ્યો હતો.

આવનારા સમયમાં દાંત ની સારવાર માટે નું ‘એમ્બુલેંસ વેન’ દ્વારા ચાર થી પાંચ દિવસ માટે કચ્છ ભર માં દાંત ને લગતી સારવાર માટે તાલુકા કક્ષાએ વ્યવસ્થા કરશે એવું નક્કી કરાયું હતું. ગુજરાત રાજ્ય વકફ બોર્ડ માં મુસ્લિમ સમાજની ધાર્મિક મિલકતો ની નોંધણી સહિત ની જીલ્લા ભરમાં કોઈ પણ કામગીરી બાકી હોય તે કામગીરી પૂર્ણ કરવા સંસ્થા ના પ્રતિનિધિઓ ને જવાબદારી સોંપાઈ હતી. સંસ્થા દ્વારા વકફ બોર્ડ ને લગતાં તમામ પ્રશ્નો ના નિરાકરણ માટે જે તે તાલુકા કક્ષા એ સંસ્થાના પ્રતિનિધિઓ ના સહયોગ થી સંસ્થા વકફ ને લગતાં તમામ કાર્યો માં મદદરૂપ થવાનું સર્વાનુમતે નક્કી કરાયું હતું.

સંસ્થા દ્વારા દર વર્ષે યોજવામાં આવતી સમૂહ શાદી નું આયોજન આગામી ૨૭મી ફેબ્રુઆરી ૨૦૨૨ ના રોજ અંજાર મધ્યે યોજવાનું નક્કી કરવામાં આવ્યું. જેની નોંધણી ની પ્રક્રિયા તા.૧ડીસેમ્બર ૨૦૨૧ થી પ્રારંભ થશે અને ફોર્મ સ્વીકારવાની આખરી તારીખ ૨૦ જાન્યુઆરી ૨૦૨૨ રહેશે એવું નક્કી કરવામાં આવ્યું.

મીટીંગ માં સંસ્થા ના પ્રમુખ હાજી મોહમ્મદભાઈ આગરીયા, કચ્છ જીલ્લા પ્રમુખ સૈયદ હૈદરશા પીર, ટ્રસ્ટીઓ યુસુફભાઈ સંગાર, હાજી નુરમામદભાઈ રાયમા, નજીબભાઈ અબ્બાસી, સદીકભાઇ રાયમા, ડૉ.ફહીમ લાલા, સુલતાનભાઇ માંજોઠી, સલીમભાઈ રાયમા, મૌલાના અબુદુજાના, ગુજરાત આરોગ્ય સમિતિના પ્રમુખ મેમણ હનીફભાઈ કડીવાલા, કચ્છ આરોગ્ય સમિતિ ના પ્રમુખ હબીબીશા સૈયદ તેમજ હોદેદારો જલાલશા સૈયદ, કાસમશા સૈયદ, ઈસ્માઈલભાઈ મંધરા, હુશેનભાઈ આઈ.આગરીયા, મૌલાના સાલેમામદ દરાડ, રફીકભાઈ તુર્ક, સુલતાનભાઈ કુંભાર, યુસુફભાઈ આગરીયા, રાયસી ફકીરમામદ, કાદરભાઈ ઉઠાર, અબ્દ્રેમાનભાઈ રાયમા, લતીફભાઇ ખલીફા, રફીકભાઈ માંજોઠી, અબ્દુલભાઈ જત, ઈરફાનભાઈ હલેપોત્રા, ઇમરાનભાઈ જુણેજા, શબીરભાઈ સુમરા, શાહિદભાઈ રાયમા, જુણસભાઈ પિંજારા, મહેમુદભાઈ સુમરા, હારૂનભાઈ કુંભાર, સફીરભાઈ સુમરા, તારમાંમદભાઈ તુર્ક, રમજાનભાઈ રાઉમા, અશરફભાઈ જત, અબ્દુલરઝાકભાઈ બાયડ, સૈયદ જફરશા, સૈયદ ગુલામશા, ઈબ્રાહીમભાઈ આરબ, ઈબ્રાહીમ રાયસી, મો.લતીફ, મો.ગુલામમોહંમદ, મો.મોહંમદહુશેન, નુરમામદ મંધરા, શબ્બીર કુરેશી, અમીન મોગલ, અવેશ કુરેશી, હાજી ગફુર શેખ, અશગર ચાકી વગેરે ઉપસ્થિત રહી સંસ્થાના એજન્ડા મુજબના કાર્યોની ચર્ચામાં ભાગ લીધો હતો.

મીટીંગ ના અંતે કચ્છ જિલ્લાના મહામંત્રી સુલતાનભાઈ કુંભારે ઉપસ્થિત સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. ત્યાર બાદ મૌલાના અબુદુજાના સાહેબ દ્વારા દેશની ખુશહાલી, તરક્કી, માનવતાની ભલાઈ માટે દુઆ-એ-ખૈર ગુઝારી હતી. મીટીંગ નું સંચાલન કચ્છ આરોગ્ય સમિતિના ચેરમેન હબીબશા સૈયદ દ્વારા કરાયું હતું. એવું સંસ્થા ના પ્રવક્તા સૈયદ જલાલશા ની યાદીમાં જણાવ્યું હતું.

Get real time updates directly on you device, subscribe now.