ભુજ તાલુકાના બન્ની-પચ્છમ વિસ્તારમાં સરકારી આર્ટ્સ & કોમર્સ કોલેજ શરૂ કરવા માંગ

477

ભુજ : તાલુકાના સરહદી વિસ્તાર બન્ની-પચ્છમમાં વિદ્યાર્થીઓને કોલેજના અભ્યાસ માટે 100 કિલોમીટર જેટલુ ટ્રાવેલ કરી, થઇ રહેલ હાલાકી દૂર કરવા સરકારી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ મંજુર કરવા પચ્છમના યુવા સામાજિક કાર્યકર ઉમર શેરમામદ સમા દ્વારા મુખ્યમંત્રીને સંબોધી રજૂઆત કરી છે.

કચ્છ જિલ્લા ના ભુજ તાલુકા ના ઉતરાદે આવેલ બન્ની પચ્છમ વિસ્તાર માં ૧૦૧ જેટલા નાના મોટા ગામડાઓ અને ૮૫ હજાર જેટલી માનવ વસ્તી ધરાવતા આ સરહદી વિસ્તારમાં એક પણ સેલ્ફ ફાઈનાન્સ ની કે સરકારી કોલેજ આવેલ નથી આ વિસ્તાર ના છેવાડાના વિદ્યાર્થીઓ ને કોલેજ કરવા માટે ૯૦ કે ૧૦૦ કિમિ નું અંતર કાપી છેક ભુજ કોલેજ કરવા જવું પડે છે આ સરહદી બોર્ડર વિસ્તારમાં રહેતા રાજ્ય અને કેન્દ્ર ના સરકારી કર્મચારીઓના છોકરા છોકરીઓને પણ કોલેજ કરવા ભુજ જવું પડે છે. આ વિસ્તારમાં માં શિક્ષણ નું પ્રમાણ હવે સુધારા ઉપર છે ત્યારે આ વિસ્તાર ને વિદ્યાર્થીઓ વિધાર્થીનીને કોલેજ ની તાતી જરૂર છે જો આ વિસ્તાર ને રાજ્ય સરકાર કચ્છ યુનિવર્સિટી સાથે સાંકડી બન્ની પચ્છમ વિસ્તાર ના ખાવડા ગામ ખાતે સરકારી આર્ટ્સ & કોમર્સ કોલેજ મંજુર કરી આપે તો આ વિસ્તાર માં વિકાસ માં ચાર ચાંદ લાગી જાય તેમ છે. કારણ કે પ્રવાસન શેત્રે વાઇટ રણ કાળો ડુંગર તેમજ વલ્ડ હેરિટેજ સાઈટ તરીકે જાહેર થયેલ ધોળાવિરા પણ ઘડુલી સાંતલપુર રોડ થકી આ વિસ્તાર ને નજીક થઈ જશે જેથી ખડીર વિસ્તાર ના વિદ્યાર્થીઓ ને ખાવડા કોલેજ બને તો નજીક થઈ શકે તેમ છે. આવતા વરસો માં આ વિસ્તારમાં ઘણા ઉદ્યોગો આવી રહ્યા છે. જેથી તે ઉદ્યોગો માં કામ કરતા કામદારો અને કર્મચારીઓ ના બાળકો પણ ખાવડા ની કોલેજ જો બને તો અભ્યાસ કરી શકે અને આ વિસ્તાર માં સ્થાનિકે કોલેજ મળે તો કન્યા શિક્ષણ નું ગ્રાફ ખુબજ ઊંચું આવી શકે હાલ ની પરિસ્થિતિમાં આ વિસ્તારમાં કોલેજ ન હોવા થી આર્થિક પરિસ્થિતિ નબળી હોવા ના કારણે લાંબુ ટ્રાવેલીગ અને બહાર ના રહેવા જમવા ના ખર્ચ ન પોસાતો હોવા ના કારણે ઘણાં આ વિસ્તાર ના વિદ્યાર્થીઓ ધોરણ ૧૨ પછી અભ્યાસ છોડી દે છે જેના કારણે બોર્ડર વિસ્તાર ના ગામડાઓ માં શિક્ષણ ખુબજ ઓછું દેખાય છે. સરકાર ની બોર્ડર એરિયા ડેવલોપમેન્ટ પ્રોજેક્ટ તળે આ વિસ્તારમાં અદ્યતન બિલ્ડીંગો બનાવવા ની જોગવાઇ પણ છે.

આ વિસ્તારમાં આર્ટસ કે કોમર્સ કોલેજ ની સરકાર મંજૂરી આપે તો દેશ ની રક્ષા કરતા પોલીસ બી.એસ.એફ આર્મી એમ ઇ એસ દેશ ની સુરક્ષા પર નજર રાખતી એજન્સી ઓ ના પરિવારો ના બાળકો પણ ખાવડા ખાતે શિક્ષણ મેળવી શકે, તો આ વિસ્તારના સરહદ પર રહેતા લોકો ના બાળકો ના ભવિષ્ય ને ધ્યાનમાં રાખી રાજ્ય ના વિકાસ ને વધુ વેગ આપી કચ્છ જિલ્લા ના ભુજ તાલુકાના બન્ની પચ્છમ વિસ્તાર ના ખાવડા ગામે સરકારી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ મંજુર કરી આપવા આપવા મુખ્યમંત્રી તેમજ રાજ્યપાલ, કચ્છ યુનિવર્સિટી ના કુલપતિ સહિતના સંલગ્ન વિભાગોને રજૂઆત કરાઇ છે.

Get real time updates directly on you device, subscribe now.