સરકારના પશુપાલન ખાતા દ્વારા ચલાવાતા પશુઓને ખરવા/મોવાસા રસીકરણ અભિયાનમાં કચ્છમાં મોટું કૌભાંડ : RTI માં ખુલાસો

639

ભુજ : પશુઓમાં રોગચાળો અટકાવવા સરકાર દ્વારા છેલ્લા 15 વર્ષથી ખરવા/ મોવાસા રસીકરણ અભિયાન ચલાવાઇ રહ્યું છે. આ અભિયાન મુદે વાંકાનેરના RTI એક્ટીવીસ્ટ ઉસ્માનગની શેરાસીયાએ RTI દ્વારા ચોકાવનારી વિગતો બહાર લાવી, આ સમગ્ર અભિયાનમાં સરકારી બાબુઓ દ્વારા ચલાવાતી ગેરરીતીની પોલખોલી છે.

સરકારશ્રીના નિયમ મુજબ પશુ ડોક્ટર અને લાઇવ સ્ટોક ઇન્સ્પેક્ટર (LI) આ બે કક્ષાના અધિકારીઓ પશુનો રસીકરણ કરી શકે છે. નિયમ મુજબ એક ડોક્ટર કે LI વધુમાં વધુ 96 પશુઓનું રસીકરણ કરી શકે છે. RTI મા મળેલ જવાબ મુજબ કેટલીય જગ્યાએ એક જ દિવસમાં હજારો પશુઓને રસીકરણ કરાયું છે, જે સરકારી નિયમ મુજબ લગભગ અશક્ય છે. આવા કેટલાક ચોંકાવનારા આંકડા પર નજર કરીએ,

તો ભુજ શહેર વિસ્તારમાં 10 ફેબ્રુઆરી 19 ના 14838 પશુઓનું રસીકરણ થયું, ભુજ તાલુકામાં 2 પશુ ડોકટર, 1 LI અને 3 સ્ટેટ LI છે. આમ રસીકરણ માટે ટોટલ 6 સક્ષમ અધિકારીઓ છે, જે એક દિવસમાં 14838 પશુઓનું રસીકરણ કેવી રીતે કરી શકે છે.

એવી જ રીતે રાપર શહેર વિસ્તારમાં 14 ફેબ્રુઆરી 2018 ના એક દિવસે 8470 પશુઓનું રસીકરણ કરાયું છે. રાપર તાલુકામાં 1 પશુ ડોક્ટર, 1 LI અને 2 સ્ટેટ LI છે. આમ રસીકરણ માટે ટોટલ 4 સક્ષમ અધિકારીઓ છે, જે એક દિવસમાં કેવી રીતે 8470 પશુઓનું રસીકરણ કરી શકે છે.

આ તો ફક્ત બે ઉદાહરણ છે, પણ RTI માં આવા ઢગલા બંધ ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. ઉપરોક્ત બંને ઉદાહરણ બીજી રીતે જોઈએ, તો અધિકારી એક દિવસ 8 કલાક ડ્યુટી માંથી એક કલાક રીસેસ કાઢીએં, તો કામના 7 કલાક થાય છે. જેને મીનીટમાં ફેરવીએં તો 420 મીનીટ થાય છે, તે મુજબ ભુજ શહેર વિસ્તારના એક દિવસના આંકડા 14838 પ્રમાણે ગણિત કરીએ, તો એક મીનીટમાં 35 પશુઓનું રસીકરણ થયું છે. 6 અધિકારીઓમાં ડિવાઇડ કરીએ, તોય એક અધિકારીના ભાગે એક મીનીટમાં 6 પશુઓને રસી આપવાનું થાય છે, જે લગભગ અશક્ય છે. વળી પાછું આ રસીકરણ માંદા પશુઓ માટે નથી, ફક્ત તંદુરસ્ત જાનવરો માટે છે, જેથી સૌ-પ્રથમ તો જાનવર માંદો છે કે તંદુરસ્ત તે ચકપ કરવામાં જ ડો. નું ઓછામાં ઓછું 15 મીનીટ જેટલું ટાઇમ નીકળી જાય, આવી પરિસ્થિતિમાં એક મીનીટમાં 35 પશુનું રસીકરણ શક્ય નથી, જે બાબત સ્વાભાવિક છે.

આ તમામ મુદે RTI એક્ટીવીસ્ટ ઉસ્માનગની શેરાસીયાએ જણાવ્યું કે એક દિવસમાં આટલું મોટું રસીકરણ થવું, એ સરકારી બાબુઓ દ્વારા રસીકરણના નામે, નાણા ચાંઉ કરવાના મોટા કૌભાંડ તરફ ઇશારો છે, અથવા તો સરકારના કાયદાનું વાયોલેશન કરાયું છે, કારણ કે કચ્છમાં રસીકરણમાં કૃત્રીમ બીજદાન કર્મચારીઓ પાસેથી ગેરકાયદેસર રીતે રસીકરણ કરાવાયું છે. આ સમગ્ર ભ્રષ્ટાચારના મામલે નામદાર કોર્ટમાં PIL કરવામાં આવશે, તેમજ આ કૌભાંડમાં સામેલ, તમામ અધિકારીઓ અને રસીકરણ કરાવનારા વિરૂદ્ધ ખાતાકીય કાર્યવાહી અને ફોજદારી કાર્યવાહી કરાવવા માટે આગળની લડત કરવામાં આવશે તેવું RTI એક્ટીવીસ્ટે જણાવ્યું છે.

Get real time updates directly on you device, subscribe now.