અદાણી ફાઉન્ડેશન “મીયાંવાકી ફોરેસ્ટ” પદ્ધતિથી નાનાકપાયા ખાતે ગાઢ જંગલ ઉભું કરશે

175

મુન્દ્રા : વૃક્ષોના ઉછેર અને જાળવણીના ઉમદા હેતુથી અદાણી ફાઉન્ડેશને નાના કપાયા ગ્રામ પંચાયત સાથે મળીને “મીયાંવકી ફોરેસ્ટ” પ્રોજેકટ ગાઢ જંગલ વિકસાવના પ્રોજેક્ટનો શુભારંભ કરવામાં આવ્યો. “મીયાંવકી ફોરેસ્ટ” પ્રક્રીયાનું નામ જાપાનીઝ બોટનીસ્ટના નામ ઉપરથી પાડવામાં આવ્યું છે. આ પ્રોજેકટની શરૂઆત સાઈટની પસંદગી કરીને કરવામાં આવે છે. આ પદ્ધતિથી ખૂબ જ ટૂંકા સમયમાં ખૂલ્લી રેતાળ જમીન જંગલનું સ્વરૂપધારણ કરેછે. આ પદ્ધતિ દ્વારા દેશી છોડને એકબીજાની નજીક ઉગાડવામાં આવતા હોવાથી છોડનો વિકાસ સારી રીતે થાય છે. આ પદ્ધતિમાં સૂર્ય પ્રકાશ જમીન સુધી પહોંચી શકતો નથી, જમીનમાં ભેજનું યોગ્ય પ્રમાણ લાંબા સમય સુધી રહી શકતું હોવાથી રોપાઓને પોષક તત્વોની જરૂરિયાત હોય તે તમામ પોષક તત્વો તેમને મળી રહે છે. મીયાંવાકી પદ્ધતિમાં સ્થાનિક પ્રજાતિનાં વૃક્ષોને ચાર ભાગમાં વહેંચવામાં આવે છે, જેમાં ઝાડીઓ, છોડ, નાનાં વૃક્ષો તથા મોટાં વૃક્ષોનો સમાવેશ થાય છે. આ પદ્ધતિથી રોપવામાં આવેલ રોપાઓથી જમીનની ફળદ્રૂપતામાં વધારો થવાની સાથેસાથે રોપાઓને પોષક તત્વો મળી રહે છે. આ રોપાઓ ટૂંકા ગાળામાં ગાઢ જંગલનું સ્વરૂપ ધારણ કરી શકે છે, અને સ્થાનિક આબોહવામાં ઓક્સીજનનું પ્રમાણ સંતુલિત કરવામાં મદદરૂપ સાબિત થાય છે. આ પદ્ધતિ ભારતમાં કેરળ જેવા રાજ્ય કે જ્યાં જંગલોનો નાશ વધુ પ્રમાણમાં થયો છે ત્યાં વ્યાપક પ્રમાણમાં અપનાવવામાં આવી છે.

આ કાર્યક્રમના શુભારંભ પ્રસંગે કચ્છના અધિક કલેકટર કુલદીપસિંહ ઝાલા સાહેબ માઇક્રોસોફટ ટીમ્સનાં માધ્યમથી પ્રવચનમાં જણાવ્યું હતું કે “આપણે સૌ લોકોએ પ્રાકૃતિક સૌંદયયનુ જતન કરવું જોઈએ. વધુમાં વધુ વૃક્ષો વાવવાં જોઈએ અને છેક સુધી તેનું જતન કરવું જોઈએ. અદાણી ફાઉન્ડેશને પર્યાવરણ દિનને યાદગાર બનાવવાની કામગીરી કરી છે. આપણને વિનામૂલ્યે ઓક્સિજન પૂરાં પાડતાં વૃક્ષોની સાથે સાથે સ્મૃવતવન વિકસાવવામાં પણ અદાણી ફાઉન્ડેશને ઉમદા સહયોગ પૂરો પાડયો છે. જે નોંધનીય છે.” મુન્દ્રાના નાયબ કલેકટર કે.જી.ચૌધરીએ આજના દિવસની શુભકામના પાઠવી હતી, અને આયોજનને બિરદાવ્યું હતું, અને કહ્યુ હતું કે લોકોએ વધુ માં વધુ વૃક્ષો વાવવા જોઈએ. અદાણી ફાઉન્ડેશનના ડાયરેકટર વસંતભાઈ ગઢવીએ તેમના પ્રવચનમાં જણાવ્યું હતું કે આજના દિવસે સરકારી વિભાગના અધિકારીઓ ખૂબ જ વ્યસ્ત હોવા છતાં બહોળી સંખ્યામાં હાજર રહ્યા, તથા આ કામ અંતર્ગત સહયોગ પ્રાપ્ત થયો તે બદલ આભારની લાગણી વ્યક્ત કરી હતી. તેમણે સરપંચ તથા સમગ્ર ગ્રામ પંચાયતનો ખાસ આભાર માન્યો હતો. નાના કપાયા-બોરાણા ગ્રામ પંચાયતના માજી સરપંચ અને વર્તમાન સભ્ય સામજીભાઇ સોધમએ અદાણી ફાઉન્ડેશનની કામગીરીને બિરદાવી હતી અને આ પ્રોજેક્ટ માટે આભાર વ્યક્ત કર્યું હતું. આ સમારંભમાં વન વિભાગ, ગ્રામ પંચાયત તથા અદાણી ફાઉન્ડેશનનો ત્રિવેણી સંગમ થયો છે. અન્ય જીલ્લાઓની તુલનામાં પર્યાવરણ એ આપણી અને કચ્છની મૂળભૂત જરૂરિયાત છે. આ પ્રોજેક્ટની જાળવણી વિનામૂલ્યે થઈ
શકે છે.

આ કાર્યક્રમમાં કચ્છના કલેકટર પ્રવિણા ડી.કે., અધિક કલેક્ટર કુલદીપસિંહ ઝાલા, મુન્દ્રાના નાયબ કલેકટર કે. જી. ચૌધરી, ઈ.મામલતદાર એમ.પી. કતીરા, તાલુકા વિકાસ અધિકારી જયકુમાર રાવલ, આસિ.તાલુકા વિકાસ અધિકારી વસંતભાઈ ચંદે, રેન્જફોરેસ્ટ ઓફિસર આઈ. જે મહેશ્વરી, અદાણી ફાઉન્ડેશનનાં યુનિટ સી.એસ. આર હેડ પંક્તીબેન શાહ, અદાણી પોર્ટ – મુંદ્રા એન્વાયમેન્ટ વિભાગના વડા ભાગવત સ્વરૂપ શમાય માઇક્રોસોફટ ટીમ્સ મારફતે કાર્યક્રમમાં ઓનલાઈન જોડાયા હતા. કાર્યક્રમના અંતમાં અદાણી ફાઉન્ડેશનના ચેરપર્સન ડો. પ્રીતિબેન અદાણીએ ગ્રામજનો અને સમગ્ર ગ્રામ પંચાયતને શુભેચ્છાઓ પાઠવી હતી.

અદાણી ફાઉન્ડેશન અને કચ્છ યુનિ. વચ્ચે સજીવ ખેતી માટે MOU થયા

ખેડૂતો સજીવ ખેતી તરફ વળે તે માટે જીવામૃત બનાવવા માટે ખેડૂતોને કીટ સપોર્ટ, બાયોગેસ પ્લાન્ટ સપોર્ટ તથા સજીવ ખેતીને ઉત્તેજન આપવા માટે અદાણી ફાઉન્ડેશન અને કચ્છ યુનિવર્સિટી વચ્ચે પર્યાવરણ દિન પ્રસંગે સમજૂતીના કરાર કરવામાં આવ્યા છે. આ MOU અંતર્ગત ખેતીને લાગતું ઝીણવટ ભર્યું સંશોધન અને ખેડૂત મિત્રોમાં આની જાગૃતિ લાવવા ના પ્રયાસો કરવામાં આવશે. અદાણી ફાઉન્ડેશન અને કચ્છ યુનિ. નો પર્યાવરણ વિભાગ છેલ્લા લાંબા સમયથી અમદાવાદ તેમજ અન્ય વિસ્તારની સંસ્થા સાથે સંકલન સાધી ખેતીની જમીનના નમુના ની ચકાસણી કરવા સહીત નું કાર્ય કરી રહ્યું છે. આ MOU અંતર્ગત જે નિષ્કર્ષ નીકળશે તેનાથી કચ્છના ખેડૂતોને મોટો ફાયદો થશે. સજીવ ખેતી નું સંશોધન કરવા સાથે આ બાબતે ખેડૂતોને યોગ્ય માહિતી માર્ગદર્શન આપવામાં આવશે, ગ્રીન ઓડીટ ની કામગીરી પણ કરાશે. અને આગામી સમયમાં તેનો વ્યાપ વધારશે. અદાણી ફાઉન્ડેશનના પંક્તીબેન શાહ તથા યુનિ.ના કુલપતિ ડો.જયરાજસિંહ જાડેજાએ વિશ્વ પર્યાવરણ દિન નિમિતે આ અંતર્ગત MOU સાઈન કર્યા હતા.

આ ઉપરાંત અદાણી ફાઉન્ડેશન નખત્રાણા દ્વારા જીંજાય અને ઉગેડી ગામે વૃક્ષારોપણ કાર્યક્રમ હાથ ધરીને વૃક્ષોનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ મુંદ્રા તાલુકા અદાણી ફાઉન્ડેશન દ્વારા ચાલતા ઉત્થાન પ્રોજેક્ટ હેઠળ 17 શાળાઓમાં ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું

Get real time updates directly on you device, subscribe now.