કથીત લવ જેહાદ મુદે મુસ્લિમો વિરૂદ્ધ ઝેર ઓકવા બદલ સાંસદ મનસુખ વસાવા પર FIR કરવા માંગ

831

અમદાવાદ : ભરૂચ ભાજપ સાંસદ મનસુખ વસાવા દ્વારા કથીત લવ જેહાદ મુદે પત્ર લખી વિવાદાસ્પદ ટીપ્પણી કરી, મુસ્લિમો વિરૂદ્ધ ઝેર ઓકવા બદલ માઇનોરીટી કો ઓર્ડિનેશન કમિટી (MCC) ગુજરાત દ્વારા DGP ગુજરાતને પત્ર લખી તેમના વિરૂદ્ધ FIR દાખલ કરવા માંગ કરાઇ છે.

આ સંદર્ભે DGP ગુજરાતને લખેલા પત્રમાં જણાવ્યું છે કે સાંસદ મનસુખ વસાવા તરફથી ગુજરાતના સીએમ વિજયભાઈ રૂપાણી ને એક પત્ર લખવામાં આવેલ છે જેમાં મુસ્લિમ ધર્મના લોકો વિરુધ્દ લવ જેહાદના ના નામે જેર ઓકવામાં આવેલ છે, આ પત્રમાં આરોપ કરવામાં આવેલ છે કે “મુસ્લિમ યુવાનો હિન્દુ યુવતીઓને વિવિધ પ્રકારની લાલચ આપીને તેમની સાથે લગ્ન કરતાં હોય છે. આમ મુસ્લિમો પહલેથીજ બે ત્રણ પત્ની ધરાવતા હોય છે અને લગ્ન કરી ધર્મ પરીવર્તન કરાવતા હોય છે, આ લવ જેહાદનું કૃત્ય કરવા માટે તેમના સંગઠનો દ્વારા તાલીમ આપવામાં આવે છે” તેમજ આ બાબત તેમને સંગઠનો અને હિન્દુ સમાજના આગેવાનો દ્વારા જાણવા મળી છે. ઉપરોક્ત આરોપો બિલકુલ પાયા વિહોણા અને એક રાજનેતિક ષડયંત્ર ના ભાગ રૂપે, રાજ્યમાં સામાજિક સોહાર્દનો માહોલ બગાડવા માટે શાંતિ સુલેહ ભંગ કરવા માટે અને બે ધર્મો વચ્ચે અવિશ્વાસ/ સોહાર્દને ભંગ કરવાનું કાવતરું છે. કારણકે તેઓ એ મુસ્લિમ સમુદાયો બાબતે જૂઠ ફેલાવવાનો પ્રયત્ન કરેલ છે, જે બાબતનું તેઓ પાસે કોઈ પ્રમાણ નથી ઊભી કરેલ જૂઠી બાબતોને તેઓ એ પત્રમાં લખેલ છે.

મનસુખ વસાવા કે જેઓ સાંસદ છે અને તેઓને ભરુચ લોકસભાના લોકોએ બહુમતી થી ચૂંટેલ છે, તેઓની આવી મર્યાદિત અને સંકીર્ણ સોચ પર અફસોસ થાય છે કારણ કે ઇસ્લામ માં “જેહાદ” શબ્દ એ ખુબજ પવિત્ર શબ્દ છે અને તેનો અર્થ “સંઘર્ષ” થાય છે, તેઓ સાંસદ છે અને ભરૂચમાં કોઈ પણ મદ્રેસા માં જઈને તેઓ જો આ શબ્દ જેહાદ નો અર્થ પૂછતાં તો તેઓને માહિતી મળી શકત કે ઇસ્લામ માં સંઘર્ષ નું શું મહત્વ છે અને તેનો ઉપયોગ કોઈ પણ ખોટા કામ માટે થઈ શકે નહીં. સાંસદ થઈ ને તેઓ વગર તપાસે અમુક સંગઠનો અને આગેવાનો ની વાતોમાં ભરમાઈ ગયા જ્યારે તેઓ પોતેજ આ ડેટા મેળવી શકતા કે કેટલા મુસ્લિમો એ આદિવાસી હિન્દુ મહિલાઓ સાથે લગ્ન કરેલ છે, ત્યારબાદ આવા ખોટા આરોપોને પોતેજ ખોટા સાબિત કરી શકતા પરંતુ તેઓએ જાણી જોઈને ખોટી માહિતીના આધારે મુસ્લિમ સમુદાય પર ખોટા આક્ષેપો કરેલ છે જે એક ગુનાહિત કૃત્ય છે.

તેમના પત્રના ત્રીજા પેરામાં તેઓ લખે છે કે “ ગુજરાતમાં ગરીબ પરિવાર અને ખાસ કરીને આદિવાસી ગામડાની છોકરીઓની ગરીબાઈનો લાભ લઈને ગુજરાતમાં જ્યાં છોકરીઓની અછત છે તેવા વિસ્તારોમાં વેચવામાં આવે છે અને આ કાર્ય કરવા માટે એજન્ટો ની ટિમ સક્રિય છે” મનસુખ વસાવા સાહેબને આટલી બધી વિગતે આ માનવ તસ્કરી ની ખબર છે અને આ માટે એક ખાસ કાયદો અમલમાં છે તો તેમની વિગતે પૂછ પરછ કરીને વધુ વિગતો મેળવી ને આવા એજન્ટો ની ધરપકડ કરવામાં આવે.

વધુમાં મનસુખ વસાવા પર તંજ કસતા MCC એ જણાવ્યું કે છેલ્લા આશરે 24 વર્ષો થી ભાજપ સરકાર છે અને હજુ પણ આદિવાસી લોકોની હાલત એવી છે કે ગરીબાઈના કારણે તેઓને પોતાની બેન દીકરીઓને વેચવી પડે છે તો આ સરકારે આદિવાસીઑ નો વિકાસ ના કરી શકવા બદલ તાત્કાલિક રાજીનામું આપી દેવું જોઈએ અને ખાસ કરીને મનસુખ વસાવા સાહેબે તો એક આદિવાસી નેતા હોવાના કારણે પોતાના સમાજની આવી ખરાબ હાલત જોઈને શરમ થી જ તાત્કાલિક રાજીનામું આપી દેવું જોઈએ.

સાંસદનો આ પત્ર આઇપીસી ઘણી બધી કલમો મુજબ ગંભીર અપરાધ છે. તેમજ ભારતીય બંધારણ ના આર્ટીકલ 51 અ (ચ) માં સ્પષ્ટ પણે ઉલ્લેખ છે કે દેશના દરેક નાગરિકની ફરજ છે કે તે “ધાર્મિક, ભાષાકીય, પ્રાદેશિક અથવા સાંપ્રદાયિક ભેદોથી પર રહીને, ભારતના તમામ લોકોમાં સુમેળ અને સમાન બંધુતાની ભવનાની વૃદ્ધિ કરે”. સાંસદ સભ્ય હોવા છતાં બંધારણનો ખૂલમખુલ્લા ઉલંઘન ઉપરોક્ત કૃત્યને અતિ ગંભીર બનાવે છે.

આ પત્રથી મુસ્લિમોની ધાર્મિક લાગણી દુભાઈ છે. ભરૂચના સાંસદ મનસુખ વસાવા વિરુદ્ધ આઇપીસીની યોગ્ય કલમો હેથળ FIR દાખલ કરીને આગળ ની કાર્યવાહી કરવામાં MCC ગુજરાત કન્વીનર મુજાહિદ નફીસે માંગ કરી છે.

Get real time updates directly on you device, subscribe now.