ત્રણ કાઉન્ટીંગ હોલમાં 32 રાઉન્ડમાં થશે અબડાસા વિધાનસભા ચૂંટણીની મતગણતરી

486

ભુજ : આજરોજ જિલ્લા ચુંટણી અધિકારી અને કલેકટર પ્રવિણા ડી.કે.ના અધ્યક્ષ સ્થાને ૧-અબડાસા મતવિસ્તાર પેટા ચુંટણી ૨૦૨૦ની મતગણતરીની કામગીરીના સુચારૂ આયોજનની સમીક્ષા બેઠક યોજાઇ હતી.

તા.૧૦/૧૧/૨૦૨૦ના રોજ સવારે ૮ કલાકે સીવીલ એન્ડ એપ્લાઈડ મીકેનીકલ બિલ્ડીંગ સરકારી ઈજનેરી કોલેજ, ભુજ ખાતે હાથ ધરવામાં આવનાર મતગણતરી કેન્દ્રમાં ૪૩૧ મતદાન મથકોના મતોની ગણતરી કરાશે. કુલ ત્રણ કાઉન્ટીંગ હોલમાં થનાર ગણતરી પૈકી બે હોલમાં ઈવીએમ મશીન અને ૧ હોલમાં પોસ્ટલ બેલેટની મતગણતરી કરાશે. સમયબધ્ધ અને તબક્કાવાર સુચારૂ રીતે મતગણતરીની કામગીરી પૂર્ણ કરવા તેમાં સંકળાયેલ કચેરીઓ અને અધિકારીઓ સાથે યોજાયેલી આ બેઠકમાં કલેકટરશ્રી પ્રવિણા ડી.કે. તેમજ નાયબ ચુંટણી અધિકારીશ્રી એમ.બી.પ્રજાપતિએ અમલીકરણની કામગીરી અને આગોતરા આયોજનનો તાગ મેળવી જરૂરી સૂચનો અને માર્ગદર્શન પુરા પાડયા હતા. મતગણતરીના દિવસે જરૂરી સંશાધનો, ભૌતિક સગવડો તેમજ સંકળાયેલ કર્મીઓ, ઉમેદવારો અને અધિકારીઓ અને સ્થળ તમામને નોવેલ કોરોના વાયરસ કોવીડ-૧૯ ની ગાઈડલાઇન અનુરૂપ તૈયાર કરી તેમજ તેને અનુસરીને આ ગણતરી કરવામાં આવનાર છે. અંદાજે ૩૨ રાઉન્ડમાં થનાર કાઉન્ટીંગ અને તમામ કામગીરીમાં અંદાજે ૭૦૦ જેટલા ચુંટણી કર્મીઓ આ દિવસે ફરજ નિભાવશે.

આ બેઠકમાં પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક સૌરભસિંઘ, નિવાસી અધિક કલેકટરશ્રી કુલદીપસિંહ ઝાલા, અબડાસા મતવિસ્તાર ચુંટણી અધિકારી પ્રવિણસિંહ જૈતાવત, નાયબ જિલ્લા વિકાસ અધિકારી ગૌરવ પ્રજાપતિ તેમજ સબંધિત કચેરીઓના સંકળાયેલા અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.

Get real time updates directly on you device, subscribe now.