અબડાસા વિધાનસભા પેટા ચૂંટણી માટે ડો. સેંઘાણીની કોંગ્રેસના ઉમેદવાર તરિકે સત્તાવાર જાહેરાત

1,240

ભુજ : કચ્છમાં અબડાસા વિધાનસભા બેઠક પેટા ચૂંટણીના ઉમેદવારની કોંગ્રેસ દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. કોંગ્રેસ દ્વારા ક્ષત્રિય ઉમેદવાર સામે જ્ઞાતિ સમીકરણ જોઈ પાટીદાર ઉમેદવાર ઉતારવાનું નક્કી કર્યું છે.

કોંગ્રેસ દ્વારા ડો. શાંતિલાલ સેંઘાણીના નામની અબડાસા બેઠકના ઉમદવાર તરિકે મ્હોર મારવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ડૉ. શાંતિલાલ સેંઘાણીનુ નામ આગળ ચાલતું હતું ત્યારે તેમના નામને લઇ કોંગ્રેસના અમુક કાર્યકરોમાં અસંતોષની લાગણી ફેલાઇ હતી. ડૉ સેંઘાણી પર પક્ષ વિરોધી પ્રવૃતિ કરવાના આક્ષેપો પણ સોશ્યલ મીડિયામાં થયા હતા. આજે કોંગ્રેસ દ્વારા સત્તાવાર શાંતિલાલ સેંઘાણીના નામની જાહેરાત થતા આ તમામ અટકળો નો અંત આવશે ? કે કાર્યકરોમાં ઉમેદવારને લઇને જે રોષ બહાર આવ્યો હતો તે હજુ પણ અંદરખાને યથાતથ રહેશે ?

આ પ્રશ્ન નો જવાબ અબડાસા બેઠક ચૂંટણી દરમ્યાન મળી જશે તેવું રાજકીય તજજ્ઞો જણાવી રહ્યા છે. કોંગ્રેસ દ્વારા હાલ તો “સબ બરાબર” ની વાત થઇ રહી છે. પણ જો બધું બરોબર ન ચાલ્યું તો કોંગ્રેસ પાર્ટીને નુકશાન થવાની શક્યતા છે.

Get real time updates directly on you device, subscribe now.