ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા અને ભુપેન્દ્રસિંહ ચુડાસમા સત્તાનો દુરૂપયોગ કરી કોંગ્રેસને તોડી રહ્યા છે : કોંગ્રેસ

618

ભુજ : પ્રદ્યુમનસિંહ જાડેજાના સમર્થનમાં કોંગ્રેસના જિલ્લા પંચાયત સદસ્ય ભાજપમાં જોડાવા મુદે જિલ્લા કોંગ્રેસ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે. જિલ્લા પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા અને વિપક્ષીનેતા વી.કે. હુંબલે જણાવ્યું કે ભાજપમાં ગયેલા જિલ્લા પંચાયત સદસ્યોને સન્માન મળશે નહીં અને તેમને પસ્તાવાનો વારો આવશે.

વધુમાં જણાવ્યું કે ખમાબા જાડેજા પ્રદ્યુમનસિંહના પારિવારીક સભ્ય છે. પણ અચાનક હઠુભા સોઢાએ કરેલ પક્ષ પલ્ટાએ પ્રજાને આશ્ચર્યમાં મુકી દીધો છે. તેઓ ભાજપની નિતી રીતી વિરોધમાં કોંગ્રેસમાં જોડાયા હતા. ગત સામાન્ય સભામાં સુધી તેઓ ભાજપની નિતીઓ વિરૂદ્ધ બોલતા રહ્યા છે. કોંગ્રેસ દ્વારા તેમને ટીકીટ આપી જિલ્લા પંચાયત સદસ્ય તરિકે ચૂંટાવ્યા, યુથ કોંગ્રેસના પ્રમુખ બનાવયા પણ અચાનક પક્ષ પલ્ટાથી લાગી રહ્યુ છે કે ભાજપની સામ-દામ-દંડ-ભેદ ની નીતિનો ભોગ બન્યા છે. તેઓને જે સન્માન કોંગ્રેસમાં મળ્યુ તે ભાજપમાં મળશે નહીં તેવું બંને આગેવાનોએ જણાવ્યું છે.

ઉપરાંત ભાજપ સરકારના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા અને ભુપેન્દ્રસિંહ ચુડાસમા સત્તાનો દુરૂપયોગ કરી કોંગ્રેસને તોડી રહ્યા છે જે લોકશાહી વિરૂદ્ધ કૃત્ય છે. આવી પ્રવૃતિથી અબડાસાની પ્રજા વાકેફ છે. અબડાસાની પ્રજા પક્ષ પલ્ટુઓને જાકારો આપી પાઠ ભણાવશે અને કોંગ્રેસ અબડાસા વિધાનસભા પેટા ચૂંટણીમાં જ્વલંત વિજય મેળવશે તેવું જિલ્લા કોંગ્રેસ પ્રવક્તા દિપક ડાંગર દ્વારા જણાવાયુ છે.

Get real time updates directly on you device, subscribe now.