વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ ને મોટો ઝટકો : બે જિલ્લા પંચાયત સદસ્યોએ કેસરીયો ધારણ કર્યો

920

ભુજ : અબડાસા વિધાનસભા પેટા ચૂંટણી માટે આજથી ફોર્મ ભરવાની પ્રક્રીયા શરૂ થઇ છે. સાથે સાથે રાજકીય તોડ-જોડ પણ શરૂ થતાં કચ્છનો રાજકીય માહોલમાં ગરમાવો આવ્યો છે. આજે કોંગ્રેસના જિલ્લા પંચાયત સદસ્ય ભાજપમાં જોડાતા કચ્છમાં રાજકીય પારો ઉંચકાયો છે.

આજે કચ્છ કોંગ્રેસના જિલ્લા પંચાયત સદસ્ય હઠૂભા સોઢા અને ખમાબા જાડેજાએ ભાજપનો કેસરીયો ધારણ કરતા કોંગ્રેસને વિધાનસભા પેટા ચૂંટણી પહેલા મોટો ફટકો પડ્યો છે. હઠૂભા સોઢા કે જેઓ લખપતના પાન્ધ્રો જિલ્લા પંચાયત બેઠક પરથી 2015 માં ચુટાઇ આવ્યા હતા. ખમાબા જાડેજા નિરોણા બેઠક પરથી કોંગ્રેસના સદસ્ય તરિકે ચુંટાયા હતા. આ બંને જિલ્લા પંચાયત સદસ્યોએ આજે ટાઉનહોલમાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ આગેવાનોની હાજરીમાં એક કાર્યક્રમમાં કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા છે. અન્ય 60 જેટલા કોંગ્રેસના કાર્યકરો પણ ભાજપમાં જોડાયા હોવાના સમાચાર મળી રહ્યા છે.

કચ્છની અબડાસા બેઠકની પેટા ચૂંટણી બંને પક્ષો માટે પ્રતિષ્ઠાની કસોટી છે. કારણ કે કોંગ્રેસની આ સીટ પર કોંગ્રેસ પાર્ટીની પકડ સારી છે. 2012 થી સતત આ બેઠક કોંગ્રેસના કબ્જામાં રહી છે. આ બેઠક બચાવી કોંગ્રેસ માટે મહત્વની છે. તો ભાજપ દ્વારા પણ આ બેઠકને અંકે કરવા એડીચોટીનો જોર લગાવાઇ રહ્યુ છે. અબડાસા વિધાનસભાની પેટા ચૂંટણીનું આ જંગ રસપ્રદ બની રહેશે તેવું રાજકીય આલમમાં ચર્ચાઇ રહ્યુ છે.

Get real time updates directly on you device, subscribe now.