નકશા થકી નાપાક હરકત કરનાર પાકના વિરોધમાં કચ્છમાં AAP દ્વારા વિરોધ પ્રદર્શન

361

ભુજ : પાકિસ્તાને હાલમાં નક્શો બહાર પાડ્યો છે. પોતાના આ નકશામાં આખો કશ્મીર, જુનાગઢ-માણાવદર અને કચ્છના સીરક્રીક સહિત ભારતના વિસ્તારો દર્શાવવી નાપાક હરકત કરી છે. આ મુદે આજે આમ આદમી પાર્ટી દ્વારા ભુજ જયુબીલી ગ્રાઉન્ડ પર પુતળા દહનનો કાર્યક્રમ રખાયો હતો. જોકે પુતળા દહન પહેલા જ આપના આગેવાનો અને કાર્યકરોની પોલીસે ધરપકડ કરી હતી.

આમ આદમી પાર્ટી દ્વારા જણાવાયુ કે આપ પાર્ટી દેશની એકતા, અખંડિતતા અને સાર્વભૌમત્વ માટે હંમેશા કટિબદ્ધ છે. એક તરફ સમગ્ર દેશ પ્રભુ શ્રી રામના શિલાન્યાસના શુભ પ્રસંગમાં લિપ્ત છે અને બીજી બાજુ ભારતની આંતરરાષ્ટ્રીય સીમા ઉપર ભારેલ અગ્નિ જેવી પરિસ્થિતિ છે. એક તરફ ચીન સાથેના આપણા રાજદ્વારી અને સેનાકીય સંબંધોમાં ખટાશ છે અને ચીનના ચડાવાથી મગતરાં જેવડા રાષ્ટ્રો પણ ભારતના કાનમાં ગણગણવાનો વ્યર્થ પ્રયત્ન કરે છે. ચીનના પાલતુ જાનવર એવા પાકિસ્તાને તાજેતરમાં એક નાપાક હરકત કરી છે. સીમા ઉપરના બળતા અગ્નિમાં ઘી હોમવાનું કામ કર્યું છે. પાકિસ્તાનના પ્રાઈમ મિનિસ્ટર ઇમરાન ખાને નવો નકશો બહાર પાડ્યો છે જે અંતર્ગત પાકિસ્તાને સમગ્ર કાશ્મીર સાથે ગુજરાતના કચ્છનો સરહદી પ્રદેશ તેમજ જૂનાગઢ અને માણાવદરને પોતાના પ્રદેશનો હિસ્સો બતાવ્યો છે. આમ આદમી પાર્ટી ગુજરાત પાકિસ્તાનની આ નાપાક વૃત્તિનો સખત વિરોધ કરે છે.

આમ આદમી પાર્ટીના પ્રભારી યોગેશ પોકારએ જણાવ્યું હતું કે પાકિસ્તાને ફરીથી પોતાની હલકટ વૃત્તિનો પરિચય આપ્યો છે. મારે ખાસ કહેવું છે કે ,જ્યારે દેશમાં ભાજપની સરકાર છે અને તેમાં પણ દેશના પ્રધાન મંત્રી મોદીજી અને ગૃહ પ્રધાન અમિત શાહ ગુજરાતના હોય અને પાકિસ્તાન આવી નાપાક હરકતો સામે કોઈ કડક પગલાં લેવામાં નથી આવ્યા તે ગુજરાતની જનતા માટે શરમ જનક બાબત છે. આમ આદમી પાર્ટી અને ગુજરાતની જનતા માગણી કરે છે કે દેશના પ્રધાન મંત્રી મોદીજી આંતરરાષ્ટ્રીય સરહદો બાબતે તાત્કાલિક એક્સન લે તે જરૂરી છે. આપ ગુજરાત ઇમરાનખાનનું પૂતળું બાળી પાકિસ્તાનને સીધો કડક સંદેશ આપે છે કે ભારતના કોઈ તસુ જમીન પર પાકિસ્તાનની ગંદી નજર પડી તો આ દેશનો પ્રત્યેક નાગરીક ક્યારેય સહન નહીં કરે અને બરાબરનો સબક શીખવાડશે.

આ પ્રસંગે પશ્ર્વિમ કચ્છ જિલ્લા પ્રભારી યોગેશ પોકાર જિલ્લા સંગઠન મંત્રી ગીરીરાજ સિંહ જાડેજા ,સહ સંગઠન મંત્રી લાલજીભાઈ ઠાકોર જિલ્લા યુવા પ્રમુખ ચિંતનભાઈ ઠક્કર, ભુજ શહેર મહામંત્રી જયદીપ સિંહ જાડેજા નખત્રાણા તાલુકા પ્રમુખ રવીભાઇ પોકાર, નખત્રાણા તાલુકા યુવા પ્રમુખ જયદીપ સિંહ જાડેજા, સક્રિય કાર્યકર અશોકભાઈ લીંબાણી, ચંદુભાઈ પરમાર, વિમલભાઈ પટેલ, અબડાસા તાલુકા યુવા પ્રમુખ હમીદ મંધરા ,ભુજ વોર્ડ નં ૩ કન્વીનર વાલજીભાઈ વાધેલા તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા.

Get real time updates directly on you device, subscribe now.