માધાપરમાં 3 સહિત કચ્છમાં આજે 12 કોરોના પોઝિટીવ કેસ

2,315

ભુજ : કચ્છમાં કોરોનાના કેસમાં દિવસે-દિવસે વધારો થઇ રહ્યો છે. આજે કચ્છમાં કોરોના વાયરસના 12 કેસ નોંધાયા છે. ભુજના પરા સમાન માધાપર ગામમાં પણ 3 કેસ આજે નોંધાયેલ છે.

આજના કેસની વાત કરીએં તો ભુજ તાલુકામાં 4 પૈકી 3 કેસ ભુજના માધાપર ગામમાં નોંધાયા છે. જેમાં ભુજના પરા સમાન માધાપર જુનાવાસમાં ભરચક બજાર એવી નવીલાઇનમાં રહેતા 43 વર્ષીય મનોજ મોહનલાલ પાટડીયા(પી.એમ. સોની), ઓધવ પાર્કમાં રહેતા 35 વર્ષીય નિતીન ઠકકર, પારસ નગર માધાપર રહેતા 40 વર્ષીય કીશોર પરમારનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. ભુજ બીનાબેન પરમાર હોટેલ જોબ્રાનો પણ રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. અબડાસા તાલુકાના બીટીયારી ગામમાં ત્રણ કોરોના પોઝિટીવ કેસ આવ્યા છે. જેમાં 80 વર્ષીય લીલાબેન વિશ્રામ ભાનુશાલી, 47 વર્ષીય કૌશલ્યાબેન વીશ્રામ ભાનુશાલી અને હરજી વિશ્રામ ભાનુશાલીનો સમવેશ થાય છે. તો ગાંધીધામમાં 52 વર્ષીય સાધા લખુભાઇ મ્યાત્રા રહે. અંતરજાળ અને 55 વર્ષીય દિનેશભાઇ માયારામભાઇ ઠકકર રહે. ભારતનગર એમ 2 કેસ નોંધાયા છે. નખત્રાણા તાલુકાના મંજલ ગામમાં 2 અને કોટડા-રોહા ગામે 1 કેસ નોંધાયો છે. જેમાં 40 વર્ષીય દિનેશભાઇ શાંતિલાલ ભાવસાર, 38 વર્ષીય પુજાબેન દિનેશભાઇ ભાવસાર અને શાંતિલાલ ભીમજી ગાલાનો સમાવેશ થાય છે.

આમ આજે કચ્છમાં 12 પોઝિટીવ કેસ નોંધાતા સરકારી યાદી મુજબ  કોરોનાનો કચ્છમાં કુલ્લ આંક 475 થયો છે. જેમાંથી 274 દર્દીઓ સાજા થયા છે, 21 દર્દીઓના મોત નીપજ્યા છે. આમ હાલમાં 177 એક્ટીવ કેસો કચ્છમાં છે.

Get real time updates directly on you device, subscribe now.