કચ્છમાં કોરોના બેકાબુ : એક દિવસમાં 19 કેસ : ટોટલ આંક 332

1,016

ભુજ : સમગ્ર વિશ્વને પોતાના ભરડામાં લેનાર કોરોના વાયરસના કેસો ભારતમાં પણ સતત વધી રહ્યા છે. એક સમયે કચ્છ સેફ ઝોન હતો. પણ અનલોક બાદ આંતર રાજય આને જિલ્લામાં અવર-જવર શરૂ થતાં કચ્છમાં પણ કોરોના બેકાબુ થયો છે.

કચ્છ જિલ્લાની વાત કરીએં તો છેલ્લા કેટલાય દિવસોથી સતત કેસો વધી રહ્યા છે. આજે કચ્છમાં એક દિવસમાં 19 કેસો નોંધાયા છે. 10 જી.કે. જનરલની લેબમાં તો 9 કેસ પ્રાઇવેટ લેબમાં પોઝીટીવ આવ્યા છે. જનરલ હોસ્પિટલની લેબમાં હંસા પ્રકાશ કુમાર છેલાણી, પ્રકાશ કુમાર હરિલાલ છેલાણી રહે. કમલમ સોસાયટી મુન્દ્રા, જગદીશ નારાણજી ઠકકર, મનોહર લાલચંદ બેલાણી બંને રહે. આદીપુર, સંદીપ જેનતીલાલ ઠકકર રહે. માધાપર, બીપીન પ્રાણલાલ જોશી રહે. જુની ઉમેદનગર કોલોની ભુજ, હેમંત ધનજીભાઈ સોનાગરા રહે. વરસામેડી અંજાર, લક્ષ્મીદાસ ગોપાલજી ભાનુશાલી રહે. મોથારા અબડાસા, દિપેન હસમુખ પટેલ, રીચા હસમુખ પટેલ બંને રહે. અયોધ્યા પુરી રાપરના કરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યા છે. તો અમદાવાદ ખાતે ખાનગી લેબમાં પરિક્ષણ કરાવતા ભુમી મહેશ ગઢવી, પવની મહેશ ગઢવી રહે. મુન્દ્રા રીલોકેશન સાઇડ ભુજ, અંકિત મેહૂલભાઇ આઇયા રહે. લોહાણા ફ્ળીયો નલીયા, બાબુભાઈ ખીમજી ભાનુશાલી, ઉર્મિલાબેન બાબુભાઈ ભાનુશાલી, નીલેશ જેરામભાઈ દામા ત્રણેય રહે. હરિનગર, શક્તિ સોસાયટી અબડાસા, વિશાલ હરેશભાઈ ઠકકર રહે. નલીયા અબડાસા, મુકેશ વાડીલાલ પારેખ, રાહૂલ વાડીલાલ પારેખ બંને રહે. જુની ઉમેદનગર કોલોની ભુજ ના કોરોના વાયરસ રીપોર્ટ પોઝીટીવ આવ્યા છે. આમ આજે ભુજ અને અબડાસા તાલુકામાં 6-6, રાપર, ગાંધીધામ અને મુન્દ્રા તાલુકામાં 2-2, અંજાર તાલુકામાં એક સહિત 19 કેસો પોઝિટીવ આવ્યા છે. તેમજ જી. કે. જનરલ હોસ્પિટલ ભુજ માંથી 3, એલાયન્સ હોસ્પિટલ મુન્દ્રા માંથી 1 અને હરિઓમ હોસ્પિટલ આદીપુર માંથી 4 દર્દીઓ સહિત કુલ્લ 8 દર્દીઓ રીકવર થતા તેમને રજા આપવામાં આવી છે.

જિલ્લા પંચાયત દ્વારા જાહેર કરેલ વિગતો મુજબ અત્યાર સુધી કચ્છમાં કોરોના વાયરસના કેસોનો આંક 332 પહોંચ્યો છે, જેમાંથી 214 રિકવર થયા છે અને 15+2 અન્ય કારણો સર એટલે કે ટોટલ 17 મૃત્યુ થયા છે. આજે આવેલ કેસો સહિત કચ્છમાં કુલ્લ 101 કોરોનાના એકટીવ કેસો છે. છેલ્લા થોડા દિવસોથી કચ્છમાં કોરોના વાયરસના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. જે કચ્છ માટે જોખમી છે. જેથી કચ્છની પ્રજાએ જાગૃત રહી સાવચેતી રાખવી જોઇએ તેમજ તંત્ર માટે પણ કોરોના રોકવાની દિશામાં કડક પગલા લેવા અને નિયમોનું કડક પાલન કરાવવું જરૂરી બન્યુ છે.

Get real time updates directly on you device, subscribe now.