કચ્છમાં કોરોનાના આજે એક સાથે 11 પોઝિટીવ કેસ

867

ભુજ : કચ્છમાં આજે કોરોના વાયરસના 11 પોઝિટિવ કેસ નોંધાયા છે. તમામ કેસો આર્મી કેમ્પમાં નોંધાયા છે. આર્મી કેમ્પમાં 11 જવાનોના એક સાથે કોરોના પોઝિટીવ આવવા ચીંતા જનક બાત છે.

કચ્છમાં કોરોના વાયરસના બે-ચાર, બે-ચાર કેસ નોંધાતા રહે છે. જોકે આજે અચાનક એક જ દિવસમાં 11 કેસ નોંધાતા ચીંતા વધી છે. ભુજ આર્મી કેમ્પમાં ડ્યુટી જોઇન કરવા આવેલ જવાનોને આઇસોલેટ કરવામાં આવ્યા હતા. આજે 11 આર્મી જવાનોના કોરોના વાયરસ રીપોર્ટ પોઝીટીવ આવેલ છે.

આ સાથે કચ્છમાં કોરોના વાયરસ પોઝિટીવ કેસનો આંક 143 પર પહોંચ્યો છે. જેમાંથી 98 દર્દી સાજા થયેલ છે, 7 ના મૃત્યુ થયા છે, હાલ એક્ટીવ કેસોની સંખ્યા 38 થઇ ગયેલ છે.

Get real time updates directly on you device, subscribe now.