કચ્છમાં કોરોના કહેર યથાવત : આજે ફરી 5 પોઝિટીવ કેસ નોંધાયા

1,318

ભુજ : કચ્છમાં કોરોના વાયરસનો કહેર આજે પણ યથાવત રહ્યો છે. ગઇ કાલે 21 કેસ આવ્યા બાદ આજે સતત બીજા દિવસે 5 પોઝિટીવ કેસ નોંધાયા છે.

જિલ્લા પંચાયત દ્વારા જાહેર કરેલ વિગતો મુજબ આજે કચ્છમાં કોરોના વાયરસના 5 પોઝિટીવ કેસ નોંધાયા છે. આ કેસ પૈકી 3 ગાંધીધામ એક માંડવી તાલુકાના મોટા રતાડીયા અને એક ભુજ તાલુકાના નવી ધાણેટી ગામનો કેસ છે. તમામ કેસોની ટ્રાવેલ હિસ્ટ્રી ગુજરાત રાજ્ય બહાર છે. ગાંધીધામ સુભાષનગરના 4 માસના બાળકનો રિપોર્ટ ગઇ કાલે પોઝિટીવ આવેલ, તો આજે તેના માતા-પિતાનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. અન્ય એક કેસ ગાંધીધામ લીલાશાનગરના 33 વર્ષીય યુવાનનો કોરોના રીપોર્ટ પોઝિટીવ આવ્યો છે. માંડવી તાલુકાના મોટા રતાડીયા ગામના 71 વર્ષીય વૃદ્ધનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. ભુજ તાલુકાના નવી ધાણેટી ગામે 25 વર્ષીય યુવતીનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે.

આમ આજે કુલ્લ 5 કેસ પોઝિટીવ નોંધાયા છે. આ સાથે કચ્છના ટોટલ કેસનો આંકડો 58 પર પહોંચ્યો છે. હાલ આવી રહેલ તમામ કેસ વધુ પડતા રાજ્ય બહાર ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવે છે. તેમાંયે વધુ પડતા મુંબઈથી કચ્છ આવેલા છે.

Get real time updates directly on you device, subscribe now.