માધાપર કોરોના પોઝીટીવ દર્દીની પૂત્રવધુ અને પત્નીનો રીપોર્ટ પોઝીટીવ : કચ્છમાં કોરોનાના ચાર કેસ

4,534

ભુજ : તાલુકાના માધાપર ગામે યક્ષ મંદિર પાસે ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં એક 62 વર્ષીય વૃદ્ધને કોરોના પોઝીટીવ આવ્યો હતો. ત્યાર બાદ ગઇ કાલે તેમના ક્લોઝ કોન્ટેસ્ટમાં આવેલા 9 જણાના રીપોર્ટ કરાવવા મોકલાયા હતા. જેમાં 7 રીપોર્ટ નેગેટિવ આવ્યા છે. તો તેમની પુત્રવધૂ અને પત્નીનો રીપોર્ટ પોઝીટીવ આવતા કચ્છમાં કુલ્લ કોરોનાના ચાર કેસ નોંધાયા છે. 5 એપ્રીલે માધાપરના વૃદ્ધને કોરોના પોઝીટીવ આવતા તેના સંપર્કમાં આવેલા તબીબો સહિત 117 જણાને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા હતા. તે વિસ્તારને કન્ટેઇન્મેનટ એરીયા જાહેર કરવામાં આવ્યો હતો. તેમજ તેની ત્રણ કિલોમીટરની ત્રિજ્યામાં આવતો તમામ વિસ્તાર સીલ કરી દેવામાં આવ્યો હતો. ગામના એન્ટ્રી અને એક્ઝીટ પોઇન્ટ પણ બંધ કરી દેવાયા હતા.

Get real time updates directly on you device, subscribe now.