રામ જન્મભૂમિ સહિત અનેક મહત્વના ચુકાદા આપનાર સુપ્રિમ કોર્ટના પૂર્વ ચીફ જસ્ટીસ ધોરડો આવશે

277

ભુજ : રામમંદિર સહિત અનેક મહત્વના ઐતિહાસિક ચુકાદાઓ આપનાર સુપ્રીમ કોર્ટના પૂર્વ ચીફ જસ્ટીસ રંજન ગોગોઇ આગામી તા. ૯ થી ૧૩ ફેબ્રુઆરી સુધી ગુજરાત રાજ્યના પ્રવાસે આવી રહ્યા છે.

ત્યારે ૧૧ ફેબ્રુઆરી ના રોજ ૧૨:૪૦ કલાકે સુપ્રીમ કોર્ટના પૂર્વ ચીફ જસ્ટીસ રંજન ગોગોઇ અને તેમના ધર્મ-પત્ની ધોરડો ખાતે આવી પહોંચશે. તેઓ ટેન્ટ સીટીમાં રોકાણ કરીને સાંજે ૫ વાગ્યે વાઇટ રણની મુલાકાત લઇ સૂર્યાસ્ત નીહાળશે. ૧૨ મી ના રોજ સવારે સૂર્યોદય નીહાળી સવારે ૧૦ કલાકે ધોરડોથી અમદાવાદ જવા નીકળશે.

સમગ્ર પ્રવાસ દરમિયાન ગુજરાત રાજ્યના શિક્ષણ અને કાયદા મંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચૂડાસમા પણ તેઓની સાથે રહેશે.

Get real time updates directly on you device, subscribe now.