પશ્ચિમ કચ્છના ત્રણ તાલુકાના સૈયદ સાદાત સમાજની મીટીંગમાં હોદેદારોની નિમણૂંક કરાઇ

1,281

સૈયદ અનવરશા-મોથારા દ્વારા : અબડાસા તાલુકાના ભધરાવાંઢ મધ્યે ત્રણ તાલુકા અબડાસા લખપત અને નખત્રાણા સૈયદ સાદાત સમાજની મીટીંગ યોજવામાં આવેલ. જેનું આગાઝ કુર્આન શરીફની તીલાવત કરી કરવામાં આવ્યું હતું. તેમજ હાલ કચ્છમાં વરસાદ ન થઈ હોવાથી કચ્છમાં રહેમતની વરસાદ થાય તે માટે દુઆ કરવામાં આવી હતી. આ મીટીંગ સૈયદ તકીશા બાવાના અધ્યક્ષ સ્થાને યોજાઇ હતી. આ મીટીંગ ત્રણ તાલુકાના સૈયદ સમાજના હોદેદારોની નીમણુંક કરી અને સૈયદ સમાજમાં એકતા કરવા તેમજ સંગઠનને મજબુત કરવાના ઉદેશ્યથી યોજાઇ હતી. પશ્ચીમ કચ્છના પ્રમુખ તરીકે અ.રસુલશા હુશેનશા ચરોપડી વાળા તેમજ મીડિયા પ્રવકતા તરીકે સૈયદ કાદરશા હુશેનશા ની નિમણૂંક કરવામાં આવી હતી. અબડાસા સૈયદ સમાજના પ્રમુખ તરીકે સૈયદ યુસુફશા-મોથારા, ઉપપ્રમુખ સૈયદ મામદશા-જખૌ, મંત્રી સૈયદ હૈદરશા-નલીયાની નિમણૂંક કરવામાં આવી. લખપત તાલુકાના પ્રમુખ તરીકે સૈયદ હાજી હાશમશા-કૈયારી, ઉપપ્રમુખ સૈયદ બડામીયાં બાવા-કોરા, મંત્રી સૈયદ રજબશા- માતાના મઢ, ની નિમણૂંક કરવામાં આવી હતી. નખત્રાણા તાલુકા પ્રમુખ તરીકે સૈયદ કાદરશા બાવા -ખોંભડી, ઉપપ્રમુખ સૈયદ ઈબ્રાહીમશા -રોહા સુમરી, મંત્રી સૈયદ અલી હૈદરશા કરમશા- ડાડોર અને મીડીયા સેલમાં સૈયદ રઝાકશા-ટોડીયા, સૈયદ હૈદરઅલીશા- નેત્રાની નિમણૂંક કરાઇ હતી.

Get real time updates directly on you device, subscribe now.