જિલ્લામાં સ્વૈચ્છીક સંસ્થાઓએ નમૂનારૂપ કામગીરી કરી નૈતિક ફરજ બજાવી

152

ભુજ : જિલ્લામાં વાવાઝોડાની આગાહીના પગલે એક તરફ વહીવટી તંત્ર રાહત અને બચાવની કામગીરીમાં વ્યસ્ત હતું તો બીજી તરફ કચ્છની સ્વૈચ્છીક સંસ્થાઓ દ્વારા પણ તંત્ર સાથે સંકલન સાધીને સેવા પ્રવૃતિમાં સાથ આપ્યો હતો. જિલ્લામાં ભરમાં વિવિધ સ્વૈચ્છીક સંસ્થાઓએ તેમની નૈતિક જવાબદારી સમજીને આશ્રય લીધેલ લોકોને રહેવા તથા જમવા સહિતની તમામ વ્યવસ્થાઓ ઉપલબ્ધ કરાવી હતી. અંજાર તાલુકામાં સચ્ચીદાનંદ મંદિર તરફથી ૨૫૦૦ તેમજ ભારત વિકાસ પરિષદ દ્વારા ૧૫૦ જેટલા લોકોને રહેવા તથા જમવાની વ્યવસ્થા કરી હતી. જોગણીનાર ટ્રસ્ટ મંદિર અને સોલ્ટ એસોસિએશન દ્વારા પણ ૧૩૦૦ લોકોના રહેવા તથા જમવાની વ્યવસ્થા કરી તંત્રની કામગીરીમાં સાથ આપ્યો હતો. ગાંધીધામ તાલુકાની વાત કરીએ તો કંડલા પોર્ટ ટ્રસ્ટ તેમજ નીલકંઠ ગ્રુપના સહયોગથી ૯૦૦, લીલાશાહ નવરાત્રી મંડળ તરફથી ૧૫૬૧, ઝુલેલાલ મંદિર તરફથી ૧૩૯૫, ગાંધીધામ ગુરુદ્વારા તરફથી ૪૯૬ લાયન્સ ક્લબ દ્વારા ૫૦૦, ગાંધીધામ નગરપાલિકા દ્વારા ૬૦૦, પંચમુખી હનુમાન તરફથી ૧૫૦ લોકોના રહેવા તથા જમવાની વ્યવસ્થાઓ કરવામાં આવી હતી. ગાંધીધામ મામલતદાર કચેરી દ્વારા તકેદારીના ભાગરૂપે ૧૦,૦૦૦ જેટલા ફૂડ પેકેટ તૈયાર કરાવ્યા છે જેમાંથી ૨,૦૦૦ ફૂડ પેકેટ વિતરણ પણ કરી દેવાયા છે. માંડવી સ્વામિ નારાયણ ગુરુકુળ કોડાઇ દ્વારા ૫૦૦ અને સ્વામિ નારાયણ મંદિર દ્વારા ૨૫૦૦ એમ કુલ ૩૦૦૦ ફૂડ પેકેટ તૈયાર કરીને રાહત છાવણીમાં આસરો લઇ રહેલા લોકોને પહોંચાડવાની કામગીરી કરીને સહયોગ કર્યો હતો. જિલ્લાના અન્ય તાલુકાઓમાં જેમાં અબડાસા, ભચાઉ, લખપત, અબડાસા જેવા વિસ્તારોમાં સ્થાનિક સેવાભાવી લોકો, સંસ્થાઓ, ગામના સરપંચ, આગેવાનો દ્વારા રહેવા તથા જમવાની વ્યવ્સાથઓ ઉભી કરવામાં આવી હતી.

Get real time updates directly on you device, subscribe now.