લોકસભા ચૂંટણી દરમ્યાન સ્લીપ વિતરણ તેમજ સીમાંકનમાં ગેરરીતિ થઈ હોવાનો પ્રદેશ કોંગ્રેસ મંત્રી રફીક મારાનો આક્ષેપ

795

ભુજ : ચૂટણી દરમ્યાન સ્લીપો પહોંચાડવા જે તે વિસ્તારના BLO ને તંત્ર દ્વારા જવાબદારી આપવામાં આવતી હોય છે. લોકસભા ચૂંટણી દરમ્યાન 30 ટકા સ્લીપો મતદારો સુધી ન પહોંચી હોવાનો આક્ષેપ કોંગ્રેસે પ્રદેશ મંત્રી રફીક મારાએ કર્યો છે. રફીક મારા દ્વારા ગુજરાત રાજયના ચૂંટણી કમીશ્નર સમક્ષ લેખિત રજૂઆત કરવામાં આવી છે. આ રજૂઆતમાં જણાવ્યું છે કે લોકસભા ચૂંટણીમાં મતદાન કરવા માટે સરકારી સ્લીપો ઘરો-ઘર વિતરણ કરવાની જવાબદારી જે તે BLO ની હતી. આ સ્લીપોનો 30% જેટલો જથ્થો મતદારો સુધી પહોંચ્યો નથી. આ સ્લીપો BLO એ મામલતદાર અથવા પોતાની પાસે રાખી દીધેલ છે. BLO દ્વારા 800 થી 1100 લોકો સુધી સ્લીપો ન પહોંચાડી શકવાની બાબતને શ્રી મારાએ આશ્ચર્ય જનક ગણાવી છે. આ સ્લીપો સ્લમ એરીયામાં અથવા જ્યાં કોંગ્રેસ તરફી મતદારો છે તેવા વિસ્તારમાં 50% સ્લીપો પહોંચાડેલ નથી. અમુક ઘરોમાં 5 સભ્યો હોય ત્યાં 2-3 સભ્યોની સ્લીપ અપાઇ છે અને અન્ય સ્લીપોનું પુછતાં તેઓના નામ અલગ બુથમાં હોવાનું કારણ આગળ ધર્યો છે. તેમજ બચેલી સ્લીપો મામલતદાર પાસે જમા કરાવેલ છે. સ્લીપો બાટવામાં 200-300 ઘર સુધી જો BLO ન પહોંચી શકે તે કેટલું યોગ્ય છે ? આ માટે જવાબદારો સામે કડક પગલા લેવા માંગ કરાઈ છે. તેમજ ચૂંટણી પંચ દ્વારા વર્ષો પહેલા બનાવેલ સીમાંકન બ્લોક હાલમાં તોડી મરોડીને સતા પક્ષના ઇશારે આડા અવડા કરી નાખવામાં આવ્યા છે. એક બ્લોકને સંલગ્ન બીજો બ્લોક એવી રીતે 20 થી 25 બ્લોક ને ભેગા કરી અને બુથ બનાવવામાં આવે છે. જે તે સમયે ચૂંટણી પંચ દ્વારા આ પ્રકારે બુથની કામગીરી કરવામાં આવી હતી. પણ હાલના સમયમાં સત્તા પક્ષના દબાણ હેઠળ સંલગ્ન બ્લોકને તોડી બીજા બુથમાં નાખવામાં આવ્યા છે. આ મુદે 2015 મા રફીક મારા દ્વારા રજૂઆત કરાઇ હતી જેને ધ્યાને લઇ ચૂંટણી પંચે ભુજ નગરપાલિકાના વોર્ડ નં. 4,5 અને 10 માં 3800 મતદારોની ચૂંટણી પંચની સીમાંકન પધ્ધતિ મુજબ ફેરફાર કરી આપેલ. હાલ આ સીમાંકનનો અભ્યાસ કરતા આ પધ્ધતિ થી વિપરીત ભુજ, માંડવી અને ગાંધીધામ નગરપાલિકાના સીમાંકનમાં પોતાની મરજી પ્રમાણે મોટા ફેરફાર થયા છે. જયારે ચૂંટણી પંચ 100% મતદાન કરાવવા લોક જાગૃતીની જાહેરાતો કરે છે તયારે ચૂંટણી પંચ દ્વારા જો સ્લીપ વીતરણ અને સીમાંકનમાં થતી ગેરરીતિઓ રોકવામાં આવે તો મતદાન 90 થી 95 ટકા પહોંચાડી શકાય છે તેવું રફીક મારા દ્વારા જણાવાયું છે. તેમજ બેદરકારી દાખવનાર અધિકારીઓ વિરુધ્ધ કડક કાર્યવાહી કરવા માંગ કરી છે.

Get real time updates directly on you device, subscribe now.