કચ્છ લોકસભા સીટ પર મતદાન પૂર્ણ : જાણો મતદાનની ફાઇનલ ટકાવારી

579

ભુજ : આજે સમગ્ર ગુજરાતની 26 લોકસભા બેઠકો સાથે કચ્છ લોકસભા બેઠક પર મતદાન પૂર્ણ થયું છે. ભારે તાપમાનના કારણે કચ્છ લોકસભા બેઠક માટે વહેલી સવારે મતદારોએ મતદાન કરવાનું પસંદ કર્યું છે. જેથી સવારના ભાગે મતદાન મથક પર મતદારોની સંખ્યા જોવા મળી હતી. પરંતુ બપોરના સમયે ભારે તડકાના કારણે વધુ પડતા મતદાન મથકો સુમસાન જોવા મળ્યા હતા. ચુંટણીપંચના જણાવેલ આંકડા મુજબ મતદાન પૂર્ણ થવા સમયે કચ્છ લોકસભા સીટના મતદાનની ફાઇનલ ટકાવારી 57.53% નોંધાઇ છે. જેમાં સૌથી વધુ 63.26% મતદાન મોરબી વિધાનસભામાં જયારે સૌથી ઓછું 47.54% મતદાન રાપર વિધાનસભા વિસ્તારમાં નોંધાયું છે.

કચ્છ લોકસભા બેઠકના મતદાનની વિધાનસભા સીટ મુજબ ટકાવારી

1 અબડાસા : 59.87%
2 માંડવી-મુન્દ્રા : 60.14 %
3 ભુજ : 58.21 %
4 અંજાર : 60.40
5 ગાંધીધામ : 53.05 %
6 રાપર : 47.54%
7 મોરબી : 63.26%

Get real time updates directly on you device, subscribe now.