વર્લ્ડ બેંક સામે માછીમારોની જીતનુ ત્રગડીમાં વિજય મહોત્સવ : અદાણી-અંબાણીને નહીં પણ ખેડુતોને નર્મદાનુ પાણી મળે તો અમે જમીન અને વળતર જતું કરવા તૈયાર : મેઘા પાટકર

530

મુન્દ્રા:  મુદ્રા-માંડવી તાલુકાનાં દરિયા કિનારે સ્થપાયેલ ટાટા પાવર પ્રોજેકટ દ્વારા માછીમારોને નુકશાન થઈ રહેલ હોય તેને લઈને સરકારને રજૂઆત વાત કરવામાં આવેલ હતી પણ કોઈ ઉકેલ ન આવતા માછીમારો દ્વારા વર્ષે 2010માં વર્લ્ડ બેંક સામે નુકશાની CAO વિભાગને અરજી કરવામાં આવેલ હતી કે વર્લ્ડ બેંક એ ગરીબી દૂર કરવા માટે બનાવવામાં આવેલ બેંક છે જ્યારે ટાટા પાવર પ્રોજેકટના કારણે તો ગરીબ લોકોને હટાવવાનું કામ થઈ રહ્યું છે તેમાં તમે આપણે લોન પછી લેવામાં આવે પણ વર્લ્ડ બેંક દ્વારા અરજીને ધ્યાને લેવામાં ન આવી હતી તેને લઈને વર્લ્ડ બેંકની ઓફિસ અમેરીકામાં હોય તેને લઈને અમેરિકાની નીચલી કોર્ટમાં અરજી કરવામાં આવી હતી પણ તેને માન્ય રાખવામા ન આવતા માછીમારી દ્વારા અમેરિકાની સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી જેમાં 8 જજની પેનલમાં 7 વિરુધ્ધ 1 થી પસાર થઈ અને માછીમારોની જીત થઈ. વર્લ્ડ બેંકની નીતિમાં બદલાવમાં બે કેસમાં સ્થાનિક લોકોને જીત મળી છે તેમાં એક આ માછીમારોના કેસમાં જીત મળી છે કે વર્લ્ડ બેંક પણ કાયદાની ઉપર નથી તેને પણ કાયદાનું પાલન કરવું પડશે.
આ ઐતિહાસિક જીત બદલ માછીમાર અધિકાર સંઘર્ષ સંગઠનના નેજા હેઠળ માંડવી તાલુકાનાં ત્રગડી ગામે વિજય મહોત્સવ ઉજ્વવવામાં આવ્યો હતો તેમાં મેઘા પટકર, સૌમ્ય દતા, જોભાઈ, અનુરાધા, ભરત પટેલ, ઉસ્માનગની, ગજેન્દ્રસિંહ, વગેરેએ હાજરી આપી હતી. આ કાર્યક્રમની શરૂઆતમાં જે પિટિશનર હતા તે બધાનું સન્માન કરવામાં આવે અને ત્યાર બાદ બહારથી આવેલ મહેમાનોનું સન્માન કરવામાં આવે હતું.
આ કાર્યક્રમની શરૂઆતમાં ભરત પટેલ દ્વારા સ્વાગત પ્રવચન અને આ લડાઈમાં જે જીત મળી તેને લઈને થયેલ પ્રયાસોની વાત કરવામાં આવેલ હતી અને હજી આગળ જતાં આપણે આ કેસમાં વર્લ્ડ બેંકમાં આપણને થયેલ નુકશાન બાબતે વળતર લેશું તેવી જણાવ્યુ હતું.
નવીનળના સરપંચ ગજેન્દ્રસિંહ જાડેજાએ દરિયા કિનારે અને મુદ્રા તાલુકાનાં પર્યાવરણને નુકશાન પોહચડતા ઉધોગો સામે લાલા આંખ બતાવવાનો સમય આવી ગયો છે અને આ ઉધોગો પ્રકૃતિને ભારે નુકશાન કરે છે ત્યારે આપણી સૌની ફરજ બને છે કે આનું અટકાવવા જોઈએ.
ત્યાર બાદ નેશનલ ફિશવર્કર ફોરમમાંથી આવેલ ઉસ્માનગનીએ દરિયા કિનારા આવેલ ટાટા પાવર અને બીજા પ્રોજેકટોને કારણે કચ્છની માછીમારી, ખેતી, પશુપાલન અને મીઠાના વ્યવસાય સાથે જોડાયેલ તમામ લોકો અને સ્થાનિક લોકોના આરોગ્ય પર પડેલ ખરાબ અસરની વાત કરી હતી.
માછીમાર આગેવાન બુઢા ઈસ્માઈલ દ્વારા સંગઠનની તાકાત છે કે આપણે આ જીત મેળવી શક્યા અને બીજા માછીમાર આગેવાનો પણ એક આવજે સંગઠન મજબૂત રહે તે વાત કરી હતી,
સેન્ટર ફોર ફાયનાન્શિયલ સસ્થાના અનુરાધાબેને આ કેસ બાબતે થયેલ તમામ પ્રક્રિયાની વિગતવાર માહિતી આપી હતી અને તેમની સંસ્થા માછીમારો કે અન્ય લોકોના આવા પ્રશ્નો બાબતે હમેશા લોકોની સહતે રહેશે તેવું જણાવ્યુ હતું.
દેશભરમાં દલિત, આદિવાસી અને પ્રકૃતિક સંશાધનો બચાવવા માટે દેશની અલગ અલગ ચળવળ સાથે કામ કરતાં સંજીવકુમાર દાંડાએ જણાવ્યુ હતું કે આપણી લડાઈ આપણી આજીવિકા માટે છે કોઈ પોતાનો નફો કમાવવા માટે આપણો રોટલા છીનવી ન શકે અને આવું કરે તો આપણે તેને તેની સામે લડવું પડે આજે દેશભરમાં લોકો પોતાની આજીવિકા બચાવવા લડાઈ કરી રહ્યા છે.
દિલ્હીના પર્યાવરણવિદ સૌમ્ય દતાએ જણાવ્યુ હતું કે આ પ્રોજેકટ દ્વારા દરિયા કિનારે જે રીતે પાણી મૂકીને દરિયાના પાણીના તાપમાન કરતાં વધારે તાપમાનવાળું પાણી મૂકીને દરિયાઈ જીવસૃષ્ટિ પર એક ગભીર અસર કરે છે જેને લઈને આજે આપણાં દરિયાની સપાટી વધી રહી છે અને મોસમ પરીવર્તનને કારણે આપણે ખરાબ અસરના ભોગ બની રહ્યા છીએ.
નર્મદા આંદોલનના જાણીતા સમાજસેવી મેધા પાટકર દ્વારા વર્લ્ડ બેંક જ્યારે લોન આપે છે ત્યારે પર્યાવરણના નિયમો અને સ્થાનિક લોકોની રોજગારીને ધ્યાને લેવામાં આવતી નથી જેને લઈને આપના દેશમાં વર્લ્ડ બેંક દ્વારા આપવામાં આવેલ લોનમાં આવા પ્રશ્નો ઊભા થયા છે. નર્મદા આંદોલન વાત કરતાં મેધાજીએ જ્ણાવ્યું હતું કે જો કચ્છના ખેડૂતોને પાણી મળે તો અમે આદિવાસીઓ આજે પણ અમારી જમીન અને વળતર જતું કરવા તૈયાર છીએ પણ જો નર્મદાનું પાણી અદાણી-અંબાણી જેવી કંપનીઓને મળવાનું હોય તો અમે હજી લડીશું અને અમારા હક્ક મેળવીશું. દેશભરમાં ચાલતા આંદોલનને યાદ કરતાં તેમણે કહ્યું હતું કે જે નર્મદાને માતા કહીએ છીએ તે નર્મદા આજે લુપ્ત થઈ રહી છે ત્યારે ભરૂચના 6000 જેટલા માછીમારો નર્મદા બચાઓ સંઘર્ષયાત્રા કરી રહ્યા છે અને ત્યાં પણ ભાડભૂત ડેમના નામે માછીમારોની રોજી છીનવવાના પ્રયત્નો ચાલુ છે. આ પરિસ્થિતિમાં આપણે બધાએ એક થઈને સરકારોની કંપનીનીતિ સામે લડાઈ લડવી પડશે અને એક અવાજે “હિન્દી, મરાઠી યા ગુજરાતી, સબ એક હી જાતિ” ના ઉચ્ચાર સાથે લડાઈ કરવી પડશે. અત્રે ઉલ્લેખનીય છે કે મેધાને નર્મદા આંદોલનના કારણે ગુજરાત વિરોધ છે તેવું ઘણા લોકો કહેતા હતા ત્યારે આજે તેમણે કચ્છના ત્રગડી તે વાતનું તેમના વક્તવ્યમાં ખંડન કર્યું હતું અને આ પ્રસગે કચ્છના ખેડૂત લીડરોને યાદ કર્યા હતા. આ કાર્યક્રમનું સંચાલન ઉસ્માન ગની શેરાસીયા અને આભાર વિધિ હાજી અબ્દુલાએ કરી હતી.

Get real time updates directly on you device, subscribe now.