વરનોરા ખાતે પકડાયેલ કતલખાનાના આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા મુસ્લિમ અગ્રણીની માંગ

3,417

ભુજ : તાલુકાના વરનોરા ગામ ખાતે આજે પોલીસે કતલખાનું ઝડપી પાડયો છે. આ કતલખાનુ ચલાવનાર આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા મુસ્લિમ અગ્રણી હાજી જુમા રાયમાએ તંત્ર સમક્ષ માંગ કરી છે. સાથે સાથે મુસ્લિમ સમાજ વિરૂદ્ધ ઝેર ઓકતા તત્વો વિરૂદ્ધ પણ કાર્યવાહી કરવા જણાવ્યું છે. હાજી જુમા પણ રાયમાએ અખબારી યાદીમાં જણાવ્યું છે કે વરનોરા ખાતે પકડાયેલ કતલખાના ના આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી થવી જોઈએ. હિન્દુ ભાઇઓની લાગણી દુભાવાવનારા તત્વોને સબક શીખડાવવો જોઇએ. આ બનાવને લઈ કચ્છનો સમગ્ર મુસ્લિમ સમાજ ઉંડા દુઃખની લાગણી અનુભવે છે. ઇસ્લામ ધર્મમાં મનાઈ કરવામાં આવી છે કે મુસ્લિમ તરીકે કોઈ એવું કૃત્ય ન કરો કે જેથી આપણા હમ વતન ભાઇઓને દુઃખ પહોંચે કે તેની લાગણી દુભાય. આ બાબતમાં હિન્દુ ભાઇઓના દુઃખમાં મુસ્લિમ સમાજ સાથે છે. અને આ ઘટના સખત શબ્દોમાં વખોડે છે. સાથે સાથે તેવું પણ જણાવ્યું કે અમુક અસામાજિક તત્વો મુસ્લિમ સમાજ તેમજ ઇસ્લામ ધર્મ વિરૂદ્ધ ઝેર ઓકતા ભાષણો કરે છે. આવા લોકો અને ગાયોની કતલ કરનાર લોકોમાં કોઈ પણ ફરક નથી. એક ગૃપ ઝેર ઓકતા ભાષણો કરી મુસ્લિમ સમાજની લાગણી દુભાવે છે તો એક ગૃપ ગાયોની કતલ કરી હિન્દુ ભાઇઓની લાગણી દુભાવે છે. આ બંને અસામાજિક તત્વો વિરૂદ્ધ તંત્ર કડક કાર્યવાહી કરે તેમજ મુસ્લિમ સમાજની લાગણીને હિન્દુ ભાઇઓ સમજે અને હિન્દુ મુસ્લિમ એક બની રહે, અને આવા તત્વોને જાકારો આપે તેવું જણાવ્યું હતું.

Get real time updates directly on you device, subscribe now.