અટકળોનો અંત કચ્છ લોકસભા બેઠક પર કોંગ્રેસમાંથી નરેશ મહેશ્વરી જાહેર

940

ભુજ : છેલ્લા થોડાક દિવસોથી કચ્છ લોકસભા બેઠક પર કોંગ્રેસના પૂર્વ જીલ્લા પ્રમુખ નરેશ મહેશ્વરીના નામની લોકસભા ઉમેદવાર તરીકે ચર્ચાઓ છેડાઇ હતી. પરંતુ કોંગ્રેસના રાષ્ટ્રીય અને પ્રદેશના નેતૃત્વએ આ અંગે કોઈ સતાવાર જાહેરાત ન કરતા અસમંજસ ભરી સ્થિતી વચ્ચે અટકળોનો બજાર ગરમ થયો હતો. પરંતુ આજે સાંજે 6 વાગ્યે રાષ્ટ્રીય કોંગ્રેસના ટવીટર હેન્ડલ પર જાહેર કરાયેલી ઉમેદવારોની યાદીમાં નરેશ મહેશ્વરીનુ નામ સામેલ થતા તમામ અટકળો પર પૂર્ણ વિરામ મુકાઇ ગયું છે. કોંગ્રેસના ઉમેદવાર જાહેર થતા ચૂંટણીની રણનીતિને લઈને જિલ્લા કોંગ્રેસ કાર્યાલયમાં ગતિવિધિઓ અને આગેવાનોની ચહલ પહલમાં વધારો થયો છે.

Get real time updates directly on you device, subscribe now.