ડૉ.દિલ્હીવાલા બિલ્ડીંગ પ્રકરણમાં બેદરકાર સરકારી બાબુઓ સામે કોર્ટમાં પ્રાઈવેટ ફોજદારી

1,220

ભુજ : શહેરના હોસ્પિટલ રોડ પર આવેલ ડૉ.દિલ્હીવાલા આંખની હોસ્પિટલવાળી બિલ્ડીંગના બાંધકામ બાબતે નિયમોની અવગણના અને ભાડાના અધિકારીઓની મનમાનીનો અંત ન આવતા કંટાળેલા અરજદારે અદાલતના દ્વાર ખટખટાવતા આ બહુ ચર્ચિત પ્રકરણમાં કોર્ટે ભાડાના જવાબદારો સામે પ્રાઈવેટ ફોજદારી દાખલ કરતા ફરજમાં બેદરકારી દાખવતા અધિકારીઓમાં હડકંપ મચી જવા પામ્યો છે.
આ અંગે જાણવા મળતી વિગતો મુજબ ભુજમાં પ્રખ્યાત ડૉ.દિલ્હીવાલા હોસ્પિટલની બિલ્ડીંગ ડૉ.દિલ્હીવાલાના અવસાન બાદ અન્ય લોકોએ ખરીદીને બાંધકામ શરૂ કર્યું હતું.વાણિજ્યીક બાંધકામ કરનાર લોકો ભાડાના નિયમો અને બાંધકામના નિયમો ઘોળીને પી જતા ભુજના સામાજીક અગ્રણી દત્તેશ દેવકૃષ્ણ ભાવસારે ભુજની ચીફ જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટની કોર્ટમાં આઈપીસીની ધારા ૨૧૭ તળે ભુજ વિસ્તાર વિકાસ સત્તા મંડળના મુખ્ય કારોબારી અધિકારી આર.જે.જાડેજા, ટાઉન પ્લાનર અતૂલ ભાલોડીયા, જુનિયર ટાઉન પ્લાનર હરગોવિંદ પ્રજાપતિ, તથા સાઈટ ઈજનેર દિપેશ જોષી વિરૂધ્ધ ફરજમાં બેદરકારી સબબ પ્રાઈવેટ ફોજદારી દાખલ કરાવતા અરજદારોની અરજીઓનો નિકાલ નહીં કરતા બેદરકાર સરકારી બાબુઓમાં હડકંપ મચી ગયો છે.અરજદાર અને ભુજના સામાજીક અગ્રણી દત્તેશ ડી. ભાવસાર વતી એડવોકેટ એ.આર.મલિકે ધારદાર દલીલો કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે ભુજના પરા સમાન માધાપરમાં પણ મોકાની જગ્યાઓ પર બિલ્ડર લોબી દ્વારા બાંધકામના નિયમો વિરૂધ્ધ અનેક બિલ્ડીંગો ખડકાઈ જતા લાંબા સમયથી જાગૃત નાગરિકો સંબંધિત તંત્ર સમક્ષ ગેરકાયદે બાંધકામો વિરૂધ્ધ પગલા લેવા માંગણી કરી રહ્યા છે ત્યારે માધાપરના આવા બાંધકામો વિરૂદ્ધ બેદરકાર અધિકારીઓ વિરૂદ્ધ ટુંક સમયમાં કોર્ટના દ્વાર ખખડાવાશે તેવું જાગૃતોમાથી જાણવા મળેલ છે.

Get real time updates directly on you device, subscribe now.