ભુજના તબીબે મહિલાની છેડતી કર્યાનો વિડીયો વાયરલ : વિડિયોમાં ડો. નાણાવટીએ માફી પણ માંગી અને કાંઈ નથી કર્યાનો ખુલાસો પણ કર્યો

5,473

ભુજ : શહેરના જાણીતા તબીબ ડો. નાણાવટી દ્વારા ટ્રીટમેન્ટ દરમ્યાન મહિલાની છેડતી કરઇ હોવા બાબતે માફી માંગતો વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે. ડો. નાણાવટીએ મહિલાની છેડતી કરી હોવાના લખાણ સાથેઆ વિડીયો અનેક લોકો દ્વારા સેર કરવામાં આવ્યો છે. આ વિડિયોમાં ડો. નાણાવટીની ચેમ્બરમાં ત્રણ ચાર મહિલાઓ સહિત સાત આઠ લોકો છે. આ લોકો મહિલા સાથે છેડછાડ બદલ માફી ડો. નાણાવટીને માંગવા કહી રહ્યા છે. આ માથાકૂટ વચ્ચે ડો. ને મહિલા દ્વારા લાફા પણ ઝીંકી દેવાયા છે જે વિડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. ડો. નાણાવટી માફી પણ માંગી રહયા છે અને તેઓએ આવુ કૃત્ય નથી કર્યું તેવું પણ જણાવી રહ્યા છે.

જો કે આ બાબતે પત્રકારો સાથે વાત કરતા તેઓ જણાવી રહ્યા છે કે આ ગઇ કાલની ઘટના છે. આ અમને બદનામ કરવાનું કાવતરૂ છે. મે આવું કાંઈ કર્યું નથી. આ લોકો મારા જુના પેસન્ટ છે. ત્રીજી વખત તેઓ અહિં આવ્યા હતા. આ લોકો કોણ છે તેવું પુછવા પર તેમણે જણાવ્યું કે તેઓના નામ ખબર નથી પણ ચકાર કોટડા ના છે અને તેઓની અટક પોકાર છે. આ બાબતે ડો. નાણાવટી વધુમાં કહ્યું કે તેઓ 15 -20 જણાએ મારા પર હુમલો કર્યો છે અને ખોટી રીતે બદનામ કરી રહયા છે. આ બાબતે લીગલ એકશન લેવાનું પણ પત્રકારો સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું.

Get real time updates directly on you device, subscribe now.