કચ્છમાંથી લોકરક્ષક દળની પરીક્ષા આપવા જતા ઉમેદવારો માટે એસ. ટી. દ્વારા વિનામૂલ્યે એકસ્ટ્રા બસો ચલાવાશે

391

ભુજ : આગામી તારીખ 6/1/19 ના પાલનપુર ખાતે યોજાનાર લોકરક્ષક દળની પરીક્ષા આપવા જતા ઉમેદવારોને મુસાફરી માટે રાજ્ય સરકારના આદેશ મુજબ કચ્છ એસ. ટી. વિભાગ દ્વારા વિના મુલ્યે એકસ્ટ્રા બસો ચાલુ કરેલ છે. ઉમેદવારોએ બુકીંગ માટે તા. 2/1/18 થી કચ્છના તમામ ડેપોના કાઉન્ટર પરથી ઓનલાઇન બુકીંગ ચાલુ થઈ ગયેલ છે. ઉમેદવારો પોતાનો પરીક્ષા કોલ લેટર બતાડી અને બુકીંગ કરાવી શકશે. તા. 5/1/18 થી આ એકસ્ટ્રા બસો ચલાવવામાં આવશે જેમાં ઉમેદવારો વિનામૂલ્યે પાલનપુર જવા તથા પાછા આવવા માટે મુસાફરી કરી શકશે તેવું એસ. ટી. ના વિભાગીય નિયામક ભુજની યાદીમાં જણાવાયું છે.

Get real time updates directly on you device, subscribe now.