તંત્ર દ્વારા અબડાસામાં ત્રણ ઢોરવાડા મંજૂર કરાયાં

395

ભુજ : રાજય સરકાર દ્વારા કચ્છમાં ઢોરવાડા શરૂ કરવાની જાહેરાતને પગલે બન્નીના ઘડિયાડો ખાતેના કેટલ કેમ્પને મંજૂર કરાયાં બાદ આજે અબડાસામાં એક જ સંખ્યાને ત્રણ કેટલ કેમ્પ ખોલવાની વહીવટીતંત્ર દ્વારા મંજૂરીઓ આપવામાં આવી છે. અછત શાખા દ્વારા પ્રાપ્ત વિગતો અનુસાર જિલ્લા કલેકટર રેમ્યા મોહન દ્વારા આજે અબડાસા તાલુકામાં શ્રી વર્ધમાન પરિવાર, મુંબઇ સંસ્થાને ત્રણ ઢોરવાડા મંજૂર કરાયાં છે, જેમાં કાલરવાંઢમાં ૯૫૦ પશુસંખ્યા માટે જયારે ખારૂઆમાં ૫૦૯ પશુસંખ્યાનો અને અબડાસા તાલુકાના ડાહા ખાતે ૭૬૮ પશુઓની સંખ્યાનો ઢોરવાડો ખોલવાની અલગ-અલગ મંજૂરીઓ આપવામાં આવી છે. ગઇ કાલે મંજૂર કરાયેલ ત્રણ ઢોરવાડાના તમામ પશુઓને ઇયર ટેગ લગાડવાની પ્રક્રિયા હુકમ મળ્યાની તારીખથી દિન-૭માં પૂર્ણ કરવા સહિતની શરતોનું પાલન કરવા અને શરતોનો ભંગ થશે તો કેટલ કેમ્પને આપવામાં આવેલ મંજૂરી રદ્દ કરવામાં આવશે તેવી પણ સ્પષ્ટતા જિલ્લા કલેકટરના હુકમમાં કરવામાં આવી છે.

Get real time updates directly on you device, subscribe now.