બન્નીના મોટી દધ્ધરના ઉપસરપંચનું કથિત ખોટું સોગંદનામું : તંત્ર કાર્યવાહી કરશે?

1,001

ભુજ : તાલુકાના બન્ની વિસ્તારના મોટી દધ્ધર જૂથ ગ્રામ પંચાયતના ઉપસરપંચે કથિત રીતે ખોટું સોગંદનામું કરી કેન્દ્ર સરકારની મહત્વની એજન્સી ગ્રીન ટ્રીબ્યુનલ સમક્ષ પોતાને સરપંચ બતાવી સત્તાવાર એફિડેવીટ કરી બન્નીની જમીન વિશે પોતાનો પક્ષ રજૂ કરી દેતા વિવાદ સર્જાયો છે.સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર મોટી દધ્ધરના મુસા જુણસ નોડે જે તે ગ્રામ પંચાયતમાં સરપંચ ન હોવા છતા પોતે સરપંચ હોવાનું કથિત ખોટું સોગંદનામું ગ્રીન ટ્રીબ્યુનલ- દિલ્હી સમક્ષ રજૂ કરતા એક તબક્કે આ મુદ્દે ફરીયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરાઈ હતી પરંતું બન્નીના કેટલાક માલધારી આગેવાનોએ મધ્યસ્થી કર્યા બાદ સમગ્ર મામલો દબાઈ ગયો હતો.આ મામલે ઢાંક પીછોડો કરવામાં આવી રહ્યો છે ત્યારે કેન્દ્રીય કક્ષાની સંસ્થા ગ્રીન ટ્રીબ્યુનલને ગેરમાર્ગે દોરી ખોટા કાગળો ઉભા કરનાર મોટી દધ્ધરના ઉપસરપંચ વિરૂધ્ધ તંત્ર કાર્યવાહી કરશે? એ સવાલ ઉભો થયો છે.અત્યાર સૂધી સૂત્રોના દાવા મુજબ આ એફિડેવીટ ગ્રામ પંચાયતને અંધારામાં રાખીને કરાઈ છે.સરપંચ સહિત જાગૃત લોકોએ હોબાળો કર્યા બાદ હવે વગદાર લોકો આ મામલે ઢાંકપીછોડો કરવા મેદાને ઉતર્યા હોવાનું સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.ખોટી એફિડેવીટ એ ફોજદારી ગુનો હોવા ઉપરાંત ઉપસરપંચે સત્તાનો દુરૂપયોગ કરી કેન્દ્રીય કક્ષાની એજન્સી ગ્રીન ટ્રીબ્યુનલને ગેરમાર્ગે દોર્યો હોવાથી મોટી દધ્ધર જૂથ ગ્રામ પંચાયતના ઉપસરપંચ મુસા જુણસ નોડે દ્વારા કરાયેલી કહેવાતી ખોટી એફિડેવીટની તપાસ જરૂરી હોવાની માગ જાગૃતો કરી રહ્યા છે.

Get real time updates directly on you device, subscribe now.