નખત્રાણા તા. પં. સીટ અને ભાજપનો ગઢ ગણાતી અંતરજાળ તા. પં. સીટ પર કોંગ્રેસનો પંજો લહેરાયો : જિલ્લા પ્રમુખે કહ્યું હજીતો ટ્રેલર છે…

2,481

ભુજ : હાલમાં યોજાયેલ પેટા ચુંટણીની આજે સવારે મત ગણતરી હાથ ધરાઈ હતી. જેમાં નખત્રાણા તાલુકા પંચાયતની સીટ નં – 3 જેમાં કોંગ્રેસના સભ્યના રાજીનામાને કારણે ખાલી થઈ હતી. તેમજ ગાંધીધામ તાલુકાની અંતરજાળ બેઠક જે ભાજપના સભ્યના ગરલાયક ઠરવાને કારણે ખાલી થઈ હતી. આ બંને તાલુકા પંચાયત સીટ પર કોંગ્રેસે કબ્જો કર્યો છે.

જેમાં નખત્રાણા તાલુકા પંચાયત સીટ નં ત્રણ પર કોંગ્રેસના ઉમેદવાર 303 મતથી વિજયી થયા છે. નખત્રાણા 3 બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર દેવીલાબેન ભીમજી વાઘેલાને 1318 મત અને ભાજપના સવિતાબેન કાનજી બળીયાને 1015 મત મળ્યા હતા. તેમજ ગાંધીધામ તાલુકા પંચાયતની અંતરજાળ બેઠકના પ્રતિષ્ઠા ભર્યા જંગમાં કોંગ્રેસના ઉમેદવાર રમેશ મ્યાત્રા ભારે રસાકસી બાદ 2 મતે વિજયી થયા છે. જેમાં ભાજપના ધનજી મ્યાત્રાને 761 મત અને કોંગ્રેસના રમેશ મ્યાત્રાને 763 મત મળ્યા હતા. આ રીતે બંને સીટો પર કોંગ્રેસ વિજયી થઈ છે. જેમાં અંતરજાળ બેઠક ભાજપનો ગઢ હતી આ બેઠકને બે મતે જીતી કોંગ્રેસે ભાજપનો ગઢ ભાંગ્યો છે. આ બાબતે કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહે વોઇસ ઓફ કચ્છ સાથે વાત કરતા જણાવ્યું કે વર્તમાન ભાજપની સરકારના નિષ્ફળ શાસનને પ્રજાએ જાકારો આપ્યો છે. કચ્છની અછતની પરિસ્થિતિમાં એક દમ નિષ્ફળ કામગીરીના કારણે માલધારીઓને હિજરત કરવાની ફરજ પડી છે. વધુમાં જણાવ્યું કે હજુ તો આ ટ્રેલર છે પુરી પિકચર બાકી છે. આવનારા સમયમાં સમગ્ર કચ્છની પ્રજા ભાજપની નિષ્ફળ સરકારને જાકારો આપશે તેવું જિલ્લા પ્રમુખે જણાવ્યું હતું.

Get real time updates directly on you device, subscribe now.