પશ્ચિમ કચ્છ LCB એ ભુજોડી ફાટક પાસેથી ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરેલી ટાટા જેનોન ગાડી પકડી

833

ભુજ : આજરોજ એલ.સી.બી. સ્ટાફના માણસો આગામી દિવસોમાં કચ્છ જિલ્લામાં મહાનુભાવો પધારનાર હોય જેને અનુલક્ષીને શેખપીર ત્રણ રસ્તા પાસે વાહન ચેકીંગમાં હતા. વાહન ચેકીંગ દરમ્યાન ભચાઉ તરફના રસ્તે થી એક ટાટા જેનોન ગાડી આવતી હોય જે ગાડીને ઉભી રાખવાનો ઇશારો કરતા તે પોલીસને જોઇ નાસવા લાગેલ અને તે ગાડી શંકાસ્પદ લાગતા ગાડીનો પીછો કરી ભુજોડી ફાટક પાસે ગાડીને પકડી કોર્ડન કરી ગાડીની તપાસ કરતા ગાડીમાં ગાદલાની આડ નીચે છુપાવેલ પરપ્રાંતિય ઇંગ્લીશ દારૂનો જથ્થો જેમાં પાર્ટી સ્પેશયલ ડીલક્ષ વ્હીસ્કીની પરપ્રાંતીય ઇંગ્લીશ દારૂની ૭૫૦ એમ.એલ.ની બોટલો નંગ-૨૯૨ તેમજ મેકડોવેલ્સ નંબર-૧ સુપીરીયર વ્હીસ્કીની પરપ્રાંતીય ઇંગ્લીશ દારૂની ૭૫૦ એમ.એલ.ના બોટલો નંગ-૧૨૦ એમ કુલ-૪૧૨ બોટલો જેની કિંમત રૂા.૧,૪૪,૨૦૦/- નો પ્રોહિ મુદામાલ મળી આવેલ તેમજ ગાદલા નંગ–૧૦ કિ.રૂ.૧૦૦૦/- તેમજ ઇગ્લીશ દારૂની હેરાફેરી માટે ઉપયોગમાં લીધેલ વાહન ટાટા જેનોન કિ.રૂા.૫,૦૦,૦૦૦/- એમ કુલે કિ.રૂા.૬,૪૫,૨૦૦/- નો મુદામાલ કબ્જે કરવામાં આવેલ છે. આ કામે રેડ દરમ્યાન ગડીના વાહન ચાલક આરોપી આલ્લારખા સાલેમામદ નોડે, ઉ.વ.૨૩, રહે.સુવાઇ, તા.રાપર, જિ.કચ્છ વાળો રેડ દરમ્યાન પકડાઇ જઇ જેને સદરહું પરપ્રાંતિય ઇંગલીશ દારૂના જથ્થો કોની પાસે થી લાવેલ તે બાબતે પુછ પરછ કરતા સહ આરોપી અમીત ડાયાભાઇ ચુડાસમા, રહે.સુવાઇ, તા.રાપર વાળા પાસેથી સદરહુ પરપ્રાંતિય ઇંગલીશ દારૂના જથ્થો લાવેલાનું જણાવતો હોય સદરહું બંને આરોપીઓ વિરૂધ્ધ ભુજ શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી માટે ફરીયાદ દાખલ કરાવવામાં આવેલ છે.

Get real time updates directly on you device, subscribe now.