અબડાસામાં પાણી પુરવઠા વિભાગ દ્વારા તૈયાર થઈ રહેલ પાણી સંગ્રહ માટે સંપટાંકાના કામમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ

532

અબડાસા : નર્મદા યોજના હેઠળ તમામ ગામડાંઓને ને પાણી પુરો પાડવા પાણી પુરવઠા વિભાગ નલિયા દ્વારા એક પેકેજ તૈયાર કરી અને આઠ સંપટાંકા અને એંસી કિલોમીટર લાઈન નો દરખાસ્ત આજ થી બે વર્ષ અગાઉ કરાઈ હતી જે અત્યારે મંજુર થઈ ને તે કામ અમરેલીના વ્રજ કોન્ટ્રાક્ટર ને મડેલ છે. આ કોન્ટ્રાક્ટર દ્વારા આજે સિધો ત્રીસ ટકા ફાયદો મેળવવા પેટા કોન્ટ્રાક્ટરને કામ આપી દીધો છે અને અહીં જે પેટા કોન્ટ્રાક્ટર છે તે પોતે દસ ટકા કમાવી ને તે સિધો લોકલ મજુરો ને કામ આપી કામમાં 40% ટકા ભ્રષ્ટાચાર થતો હોવાનું જણાઈ આવતા આજ રોજ આ બાબતે નલીયા પેટા વિભાગ બે ના અધિકારી એન. કે.ઉપાધ્યાયને ખીરસરા (વી)ના સરપંચ રજાક હિંગોરા દ્વારા ટેલિફોનીક જાણ કરવા માં આવેલ તો તે અધિકારી દ્વારા ઉલટો સરપંચ ને ધમકાવવા માં આવ્યો કે તું ખોટી દાદાગીરી કરે છે આ કામ અમારા પાણીપુરવઠા નું છે અમે જેમ કરીએ તારે શું મતલબ છે…..? અને હવે મારે અહીં કામજ નથી કરાવું  તેવી તોછડી ભાષા વાપરી અને સરપંચ નું અપમાન કરેલ. સરપંચ દ્વારા ફકત એકજ માંગણી રાખવા માં આવેલ કે મને એસ્ટીમેન્ટ કોપી આપો અને પછી કામ કરવા દઈશ કામને મારે નથી અટકાવો પણ કામ 100%લઈશ જે બાબતે અધિકારીને લાગી આવતા ઉશ્કેરાઈ અને સરપંચને અપમાન જનક ભાષામાં જવાબ આપેલ. જો એસ્ટીમેન્ટ કોપી નહીં મળે તો તમામ કામ ની RTI દ્વારા માહિતી લઈ ને હજી પણ આગળ લાઈનમાં અને ખોદાણ માં કેટલો ભ્રષ્ટાચાર થયેલ છે તે ભાંડો ફોડી કાયદેસર ની લડાઈ લડવા ખીરસરા  સરપંચ એ તૈયારી દર્શાવી છે. તેમજ પાણી પૂરવઠાના અધિકારી દ્વારા ફોન પર અભદ્ર ભાષા બોલી અપમાન કરવા બદલ પોલીસ ફરિયાદ કરવામાં આવશે તેવું ખીરસરા ના સરપંચ રજાક હિંગોરાએ જણાવ્યું હતું.

Get real time updates directly on you device, subscribe now.