હાજીપીર દરગાહ તરફ જતા બીસમાર રોડને નવેસરથી બનાવવાની માંગ સાથે આવતી કાલે ભુજમાં રેલી

2,041

ભુજ : કચ્છની કોમી એકતાના પ્રતિક અને ગાંયોની રક્ષા કાજે પોતાના પ્રાણની આહુતી આપનાર હાજીપીર બાબાની દરગાહ કચ્છમાં રણકાંધીએ આવેલ છે. ચૈત્ર માસમાં તેમના ઉર્ષમાં તમામ ધર્મના લાખો શ્રધ્ધાળુઓ કચ્છ, ગુજરાત તેમજ અન્ય રાજયોમાં પગપાળા અને વાહનોથી દર્શનાર્થે આવે છે. આ દરગાહ સુધી જતો 32 કી. મી. રોડ વર્ષોથી બીસમાર હાલતમાં છે. પગ પાળા તેમજ વાહન દ્વારા આવતા યાત્રાળુઓ ને આ રોડ પર મુશ્કેલીનો સામનો કરવો પડે છે તથા અકસ્માતનું પણ ભય રહે છે. છેલ્લા થોડા સમયમાં કચ્છમાં ઔદ્યોગિક વિકાસના કારણે સમગ્ર કચ્છ સાથે આ વિસ્તારમાં કંપનીઓ પણ સ્થાપિત થઈ છે. કંપનીઓના કારણે ભારે વાહનોની અવર-જવર વધી ગઈ છે. આ રોડને પહોળો કરી અને સીંગલ પટરી માંથી ડબલ રોડ નવેસરથી બનાવવા છેલ્લા ગણા વર્ષોથી સ્થાનિકો તેમજ આગેવાનો દ્વારા તંત્રમાં તેમજ સરકારમાં રજુઆતો કરાઈ છે, છતાં કોઇ નક્કર પરિણામ ન આવવાના કારણે આ બાબતે આવતી કાલે સ્થાનિક સામાજિક કાર્યકર જબ્બાર જત દ્વારા ભુજના ટાઉનહોલ થી કલેકટર કચેરી સુધી રેલી સ્વરૂપે નિકળી અને આવેદનપત્ર આપવા કાર્યક્રમનું આહવાન કરેલ છે જેમાં કચ્છના તમામ ધર્મ જાતિના લોકોને તથા હાજીપીર બાબાના શ્રધ્ધાળુઓને આ લડતમાં જોડાવવા અપીલ કરી છે. તેમજ આ કાર્યક્રમને સ્થાનિક ગામોની દેશલપર ગુંતલી, મુરૂ, લુડબાય, નરા અને લુણા ગ્રામ પંચાયતે સમર્થન આપ્યું છે.

Get real time updates directly on you device, subscribe now.