પવન ચક્કીના વાંકે રાષ્ટ્રીય પક્ષી મોરના થતા મૃત્યુ અકસ્માત કે હત્યા ?

818

અબડાસા : તાલુકાના વમોટી મોટી અને કંધાય સીમમાં રાષ્ટ્રીય પક્ષી મોરનું મૃત્યું થયું છે. મળતી વિગતો મુજબ મોરના મૃત્યુ પવન ચક્કીના વાયરોમાં સોટ સર્કીટનાં કારણે થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ઘટનાની જાણ થતા ગ્રામજનો એકત્રીત થયા હતા. પોલીસ તેમજ ફોરેસ્ટ વિભાગ પણ ત્યાં તપાસ માટે પહોંયો હતો. અગાઉ પણ પવન ચક્કીના કારણે રાષ્ટ્રીય પક્ષી મોરના મૃત્યુના સમાચારો વિવિધ માધ્યમોમાં પ્રસિધ્ધ થયા હતા. ત્યારે ફરિવાર આવી જ ઘટના બનતા પર્યાવરણ પ્રેમી તેમજ પક્ષી પ્રેમીઓમાં રોષ ફેલાયો છે. આડેધડ લગાવવામાં આવેલ પવન ચક્કીઓ વિરૂદ્ધ ઠેર ઠેર સ્થાનિક તેમજ જાગૃત લોકોએ વિરોધ નોંધાવ્યો હતો. જોકે તંત્ર આ સમગ્ર બાબતને મુક દર્શક થઈ અને જોતું રહ્યું પણ આ ફરિયાદોને ધ્યાને લીધી નહી. પવન ચક્કીઓ આડેધડ નિયમ વિરુદ્ધ લગાડેલી હોવાના અને પર્યાવરણની સોથ વળી રહી હોવાને અનેક આક્ષેપો તંત્ર સમક્ષ થયા પણ તંત્રના પેટનું પાણી પણ ન હાલ્યું. પવન ચક્કીઓની રજૂઆત બાબતે તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી ન થવાના કારણે રાષ્ટ્રીય પક્ષી મોરની મૃત્યુની ઘટનાઓ સામે આવી રહી હોવાનું પક્ષી પ્રેમીઓ માંથી આક્ષેપ ઉઠી રહ્યો છે. મોરનું મૃત્યુ પવન ચક્કીના વાયરમાં વિજ શોકથી થયું હોવાથી તેને અકસ્માત મૃત્યુ ન ગણી અને નિયમો વિરૂદ્ધ પવન ચક્કી લગાડનાર જવાબદારો તેમજ આ બાબતે બેદરકારી દાખવનાર તંત્રના અધિકારીઓ વિરુદ્ધ તપાસ ચલાવી રાષ્ટ્રીય પક્ષી મોરની હત્યાની કલમ તળે કેસ નોંધવો જોઇએં તેવી માંગ પર્યાવરણ પ્રેમી તેમજ પક્ષી પ્રેમીઓ માંથી ઉઠી રહી છે.

Get real time updates directly on you device, subscribe now.