કચ્છના માંડવીમાં સગીરાની વિડીયો ક્લિપ ઉતારનાર આરોપી ઝડપાયો

1,319

માંડવી : સગીર ઉંમરે થતી દોસ્તી અને તેમાં કરાતી નાદાનીયત કયારેક ગંભીર પરિણામ સર્જી શકે છે. અત્યારે ટીનેજરોમાં વધતા જતા બોયફ્રેન્ડ અને ગર્લફ્રેન્ડના ક્રેઝ વચ્ચે કચ્છના નાનકડા એવા માંડવી શહેરમાં બનેલો કિસ્સો સગીર વયની છોકરીઓ તેમ જ સમાજ માટે લાલબત્તી સમાન છે.માંડવીની જાણીતી શાળામાં ધોરણ ૧૦મા અભ્યાસ કરતી વિદ્યાર્થીની ની જે ટ્યૂશન કલાસમાં જતી હતી તેના સંચાલકે તે વિદ્યાર્થીની સાથે યેનકેન પ્રકારે દોસ્તી કરી લીધી. પછી તેણે તે છાત્રા સાથે મોબાઈલમાં પોતાની સાથે ફોટા પાડી લીધા. આ ફોટા સોશ્યલ મીડીયા માં વાયરલ કરવાની ચીમકી આપીને ટ્યુશન કલાસિસના સંચાલક ઇકબાલ ચાકીએ તે છાત્રાને બ્લેકમેઇલ કરવાની કોશિશ કરી હતી.મજબૂરી થી બળજબરી કરવાની કોશિશ સામે જાગૃત થઈ ગયેલ છાત્રાએ પોતાના પરિવારને વાત કરી હતી. બ્લેકમેંઇલિંગ કરવાના આ કિસ્સામાં અન્ય બે શખ્સો પણ સંડોવાયેલા હોઈ પરિવારે પોલીસની મદદ લીધી હતી. માંડવી પોલીસે આ કિસ્સામાં અત્યારે ટ્યુશન કલાસ ચલાવતા ઇકબાલ ચાકીની ધરપકડ કરી અને અન્ય બે આરોપીઓને શોધવાની કવાયત હાથ ધરી છે.

Get real time updates directly on you device, subscribe now.