માં મોગલ વિરૂદ્ધ અભદ્ર ટિપ્પણી કરનાર સામે પાસાની કાર્યવાહી કરો : હાજી જુમા રાયમા

4,134

ગાંધીધામ : ફેસબુક પર માં મોગલ વિરૂદ્ધ અભદ્ર ટીપ્પણી કરનાર સામે પાસાની કાર્યવાહી કરવા મુસ્લિમ અગ્રણી હાજી જુમા રાયમાએ કલેકટરને પત્રથી રજૂઆત કરી છે. રજૂઆતમાં જણાવાયું છે કે કચ્છમાં થોડા દિવસ શાંત રહયા પછી ફરી અસામાજિક તત્વો સક્રિય થયા છે. અને ફરી એકવાર ફેસબુકના માધ્યમથી દેવી શક્તિ માં મોગલ વિરૂદ્ધ અભદ્ર અને હિન કક્ષાના શબ્દોનો પ્રયોગ કરી સમગ્ર માનવજાતની લાગણીને ઠેસ પહોંચાડેલ છે. માટે આ અસામાજિક તત્વોની ધરપકડ કરી પોલીસ તેના વિરૂદ્ધ પાસાની કાર્યવાહી કરે કારણ કે પોલીસે થોડા સમય પહેલા આવા કૃત્યો આચરનાર વિરુદ્ધ પાસાની કાર્યવાહી કરવાનું જાહેર કર્યું હતું. જેથી આવા લોકોમાં ભય ઉભો થવાથી થોડા સમય શાંત રહ્યા હતા અને હવે ફરીથી માથું ઉચકયું છે. ત્યારે પોલીસે ફક્ત જાહેરાત નહીં પણ અમલવારી કરી આવા તત્વોને પાઠ ભણાવવો પડશે. માટે આવું લખાણ કરનાર વિરુદ્ધ ટેકનીકલ એનાલીસીસ, આઇ.પી એડ્રેસ, ગુગલ જીમેઇલ તેમજ ફેસબુકની ડીટેઇલ પરથી આઇ.ડી ચલાવનાર ગુનેગારને શોધી જલદી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે.

Get real time updates directly on you device, subscribe now.