ભુજમાં મુસ્લિમ એરીયામાંથી બાળકની ઉઠાંતરી કરવાની કોશિશ

7,497

ભુજ : અજરખપુરની ઘટના હજી તાજી જ છે ત્યાં ભુજમાં એક બાળકને ઉઠાવી જવાની કોશીસ કરવામાં આવી છે. ભુજના ભુતેશ્વર વિસ્તારમાંથી બુરખાધારી વ્યક્તિઓ મુસ્લિમ બાળકને ઉઠાવી ગયાની જાણ થતા લોકો માં દોડધામ મચી ગઈ છે. આ મુદે ઉહાપોહ થતા બાળકને બાવળની ઝાડીમાં છોડી અને ઉઠાવનારા શખ્સ ભાગી છુટયા છે. આ બાબતે બી ડીવીઝનના જે.ડી. ઓઝા સાહેબે વોઇસ ઓફ કચ્છ ન્યુઝ સાથે વાત કરતા જણાવ્યું કે આ બાબતે અમને જાણ થઈ છે અને આ ઘટનાની તપાસ હમણા ચાલુ છે. તપાસ પછી વધુ વિગતો બહાર આવે તેવી શકયતા છે.

Get real time updates directly on you device, subscribe now.