હિન્દુ યુવા સંગઠનના રઘુવિરસિંહ જાડેજા વિરુદ્ધ ફરિયાદ : ગઇકાલે રઘુવિરસિંહે લઘુમતિ યુવકો પર કરી હતી ફરિયાદ

6,500

માંડવી : આજે માંડવી પોલીસ સ્ટેશન મધ્યે ફરિયાદી સુલતાન સિધીક ચૌહાણ રહે. ફરાદી તા. માંડવી વાળાએ હિન્દુ યુવા સંગઠનના રઘુવિરસિંહ જાડેજા, ફરાદી ગામના ચતુરસિંહ જાડેજા તેમજ અન્ય પાંચ જણા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. મળતી વિગત મુજબ આરોપી ચતુરસિંહ જાડેજા તેમજ તેના સાથે પાંચ, છ જણાએ ગેરકાયદેસર મંડળી રચી ફરિયાદીને ઉભો રાખી રઘુવિરસિંહ જાડેજા વીશે અગાઉ બનાવેલ વિડિઓનું મન દુઃખ રાખી ધકબુશટ તેમજ પટ્ટાથી માર મારી આરોપી રઘુવિરસિંહ જાડેજાને ફોન કરી બોલાતા ત્યાં આવી અને ફરિયાદી સુલતાન ચૌહાણને તેના ઘર પાસે લઈ જઈ માફી મંગાવવા તેને ફોરવ્હીલમાં લઈ જવાયો હતો. અને તેના ઘર પાસે લઈ જઈ બંદૂક બતાવી માફી માંગવાનો વિડિઓ બનાવી મારામારી કરી ગાળા ગાળી કરી અને જાનથી મારવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવી છે. આ તમામ આરોપીઓ વિરુદ્ધ IPC 143, 341, 323, 506 (2), 504 મુજબ ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરાઈ છે.

ઉલ્લેખનિય છે કે શુક્રવારે બપોરે કાદરશા સૈયદ સાથે લઘુમતિ યુવકોના ટોળાએ રઘુવિરસિંહ જાડેજાની ઓફિસ પર જઈ અને હલ્લો મચાવ્યો હોવા બાબતે રઘુવિરસિંહ જાડેજાએ ગઈકાલે લઘુમતી સમુદાયના યુવકો સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ પહેલા માંડવી તાલુકાના ફરાદી ગામે લઘુમતી યુવકો ભેગા થઈ રઘુવિરસિંહને મારી નાખવાનું કાવતરું રચાયું હતું. અને ત્યારબાદ તેની માંડવી સ્થિત ઓફીસે પહોંચી યુવાનો દ્વારા ગાળાગાળી અને ધાકધમકી ભર્યું વર્તન કરી અને તેના વિડિઓ ઉતારી સોશયલ મિડિયા પર વાયરલ કરવામાં આવ્યા હતા. જે બાબતે રઘુવિરસિંહ જાડેજાએ કાલે માંડવી પોલીસ સ્ટેશન મધ્યે ફરિયાદ નોંધાવી હતી. આ બાબતે માંડવી પોલીસે આરોપીઓ કાદરશા સૈયદ, ઇમરાન જુમા નોડે, શોકત ઇભલા સુમરા તેમજ પચાસેક જણાના ટોળા પર IPC 120-B, 143, 504, 506 (2) મુજબ ફરિયાદ નોંધી છે.

Get real time updates directly on you device, subscribe now.