14 મી એપ્રિલે ચક્કાજામની તૈયારી માટે જીજ્ઞેશ મેવાણી ભુજ પહોંચ્યા : મુસ્લિમ આગેવાનો સાથે પણ મુલાકાત

2,745

ભુજ : વડગામના ધારાસભ્ય દલિત આગેવાન જીજ્ઞેશ મેવાણી આજે કચ્છ મુલાકાતે આવ્યા છે. બપોરે સર્કીટ હાઉસમાં તેઓ પહોંચ્યા છે. સરકાર દ્વારા દલિતોને જમીન ફાળવાઈ છતા 35 વર્ષ થી કબ્જો ન આપી અને અન્યાય કરાયો હોવા બાબતે 14મી એપ્રિલે સમખીયારી હાઇવે પર ચક્કાજામનો કાર્યક્રમ આપવાના છે જેની તૈયારીના ભાગરૂપે આ મુલાકાત હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

આ કાર્યક્રમને સફળ બનાવવા આજે તેઓ દલિત અધિકાર મંચના આગેવાનો અને કાર્યકરો સાથે ચર્ચા વિચારણા કરવાના છે. તેમજ જમીન ફાળવણી મુદે રાપરના દલિતો કલેકટર કચેરી સામે ધરણા પર બેઠેલા છે તેમની મુલાકાત લઈ અને કલેકટરને રજુઆત કરશે. સાંજે ભચાઉ મધ્યે મહિલા સંમેલનમાં ઉપસ્થિત રહેવાના છે. સૂત્રોમાંથી જાણવા મળી રહયું છે કે કચ્છમાં દરગાહ તોડફોડ મુદે તેઓએ મુસ્લિમ સમાજના રાજકીય અને સામાજિક આગેવાની પણ સર્કીટ હાઉસ મધ્યે મુલાકાત લીધી છે.

Get real time updates directly on you device, subscribe now.