ભુજમાં મારામારી અને જુગારનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો

863

ઉછીના રૂપિયા માંગતા મારામારી
ભુજ : અંજાર તાલુકાના ખેડોઇ ગામે રહેતા મહેન્દ્રસિંહ બહાદુરસિંહ જાડેજાએ ભીમજી રવજી પટેલને એક લાખ રૂપિયા ઉછીના આપ્યા હતા જે માંગણી કરતા ભીમજી રવજી પટેલ અને વિમલ રવજી પટેલે ઉશ્કેરાઇ ગાળો આપીને મહેન્દ્રસિંહ જાડેજાને ધક બુશટ નો માર મારી અને જાનથી મારવાની ધમકી આપી હોવાનો બનાવ ભુજ એ. ડીવીઝન પોલીસ મથકે નોંધાયો છે. આ બનાવ જુના બસ સ્ટેન્ડ વાણીયાવાડ પાસે બન્યો હોવાનું પોલીસ ચોપડામાં નોંધાયું છે.

જુગાર રમતા 4 જણા ઝડપાયા
ભુજ : શહેરના ભીડગેટ બહાર આવેલ હનુમાન મંદિર બહાર આવેલ ખુલ્લી જગ્યામાં બી. ડીવીઝન પોલીસ મથકના પંકજ કુશવાહા દ્વારા રેઇડ કરાતા રૂ. 1150ના મુદામાલ સાથે જુગાર રમતા બે આરોપીઓ જુમ્મા નુરમામદ મંધેરીયા અને ઇરફાન ઇસ્માઇલ પટેલને ઝડપી પાડયા હતા અન્ય બે આરોપીઓ સલીમ સાલેમામદ શેખ અને ખાદીલ પટેલ પકડાયા નથી આ બાબતે બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.

Get real time updates directly on you device, subscribe now.