ABVP કચ્છ દ્વારા પેપર લીક મુદે CBSE ના ચેરમેનને હોદા પરથી દુર કરવાની માંગ સાથે આવેદનપત્ર અપાયું

427

ભુજ : અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આજે CBSE પેપર લીક મામલે દોષીઓને સજા કરવા તેમજ CBSE ના ચેરમેનને હોદા પરથી દુર કરવાની માંગ સાથે કલેકટર કચ્છને આવેદન પત્ર આપવામાં આવ્યું છે. જેમાં જણાવાયું છે કે હાલમાં જ CBSE ના ધો. 10 અને 12 ના પેપર લીક થયા છે તે અત્યંત ગંભીર બાબત છે. જેના કારણે લાખો વિધાર્થીઓની માનસિકતા પર અસર થઈ રહી છે. આવી બાબતો અવારનવાર સામે આવી રહી છે અને ખાસ કરીને CBSE જેવી રાષ્ટ્રીય સંસ્થાઓમાં આવા છબરડાઓ અત્યંત ગંભીર કહેવાય જેના કારણે રાષ્ટ્રીય શૈક્ષણિક સંસ્થાનો પરથી વિધાર્થીઓનો ભરોસો ઉઠી રહયો છે.

દેશમાં શિક્ષણનું સ્થાન અતી ગરિમા પૂર્ણ છે. આવી ઘટનાથી લોકોની શિક્ષણ પ્રત્યેની શ્રદ્ધાને ઠેસ પહોંચી છે. અને આ ઘટના દેશની શિક્ષણ પ્રથા માટે કલંક રૂપ છે. આવી ઘટનાઓના દોષીઓની ધરપકડ થાય છે પણ કાયમી સોલ્યુશન આવતું નથી. જેને અખિલ ભારતીય વિધાર્થી પરિષદ સખત શબ્દોમાં વખોડે છે. અને વર્તમાન CBSE ચેરમેનને તાત્કાલિક હોદા પરથી દુર કરી અને તમામ આરોપીઓને કડક માં કડક સજા થાય જેથી ભવિષ્યમાં શિક્ષણને કલંક રૂપ ઘટનાઓ ન બને તેવી માંગ કરી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા કરવામાં આવી છે.

Get real time updates directly on you device, subscribe now.