ભુજ શહેરની જનતા માટે મળતો પાણી નગરપાલિકા દ્વારા ખાનગી હોટલો અને રિસોર્ટોને અપાય છે ?

680

ભુજ : શહેરના લોકોને દર બીજા દિવસે પાણી મળી રહે તેનાથી વિશેષ પાણી ભુજ શહેર માટે ભુજ નગરપાલિકાને મળે છે. દરરોજ 40 એમ.એલ.ડી પાણી મળે છે છતાય સતાધિશો દ્વારા ઇરાદા પૂર્વક શહેરના લોકોને પાણી ન અપાતું હોવાનો આક્ષેપ કોંગ્રેસ અગ્રણી આદમ ચાકીએ કર્યો છે. આદમ ચાકી દ્વારા કુકમા ટાંકાની મુલાકાત લીધી અને લેર પંપીગ સ્ટેશનથી ભુજ આવતા પાણી નો સર્વે કરેલ. રસ્તામાં આવતા હોટલો રિસોર્ટ તેમજ ખેતીની લીલાછમ જમીન તેમજ ફાર્મ જોવા મળેલ ત્યાથી આગળ એરપોર્ટ રોડ પર આવેલ 40 લાખ લીટર કેપેસિટી વાળા ટાંકા પર રહેલ વાલ્વમેનને અહીં કેટલા એમ.એલ. ડી પાણી આવે છે અને તેનો કોઈ મીટર છે કે કેમ તેવું પુછતા તેને કંઈ ખબર ન હોવાનું જણાવ્યું હતું. અને તેઓ નગરપાલિકાની સૂચનાથી અડધો પોણો કલાક પાણી ચાલુ કરે છે તેવું જણાવ્યું હતું. આવી જ પરિસ્થિતિ રાવલવાડીમાં આવેલ પાણીના ટાંકાની મુલાકાત લેતા જોવા મળી હતી.

ત્યાર બાદ ભુજ નગરપાલિકાના એન્જી. સાથે વાત કરતા તેમણે 9 એમ.એલ.ડી બોરમાંથી અને 31 એમ.એલ.ડી પાણી મળતું હોવાનું જણાવ્યું પણ વોટર સપ્લાય અધિકારીને રૂબરૂ મળતા તેમણે 24 એમ.એલ.ડી નર્મદાનું પાણી મળતું હોવાનું જણાવ્યું તો આ 7 એમ.એલ.ડી પાણી કયા જાય છે તે તપાસનો વિષય છે. માટે આદમ ચાકી દ્વારા કલેકટર કચ્છને લેખીત પત્ર લખી જાણ કરાઈ છે નગરપાલિકા પાસે પૂરતું પાણી હોવા છતા નગરજનોને આપવામાં આવતું નથી અને આ પાણી ગેરકાયદેસર કનેક્શન ધારકોને આપવામાં આવે છે તેવી શંકા વ્યક્ત કરી છે. આ સમસ્યાનો ઉકેલ લાવી ભુજ શહેરના લોકોને પૂરતું પાણી આપવા વ્યવસ્થા કરવામાં આવે તેમજ ગેરકાયદેસર કનેકશન ધારકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે નહીંતર શહેરીજનોને સાથે રાખી જનતા રેડ પાડી આ સમગ્ર કૌભાંડ ખુલ્લુ પાડવામાં આવશે તેવી ચિમકી ઉચ્ચારી છે. આ કાર્યવાહીમાં આદમ ચાકી સાથે નગરસેવક ફકીરમામદ કુંભાર, ઘનશ્યામસિંહ ભાટી અને રમેશ ગરવા જોડાયા હતા.

Get real time updates directly on you device, subscribe now.