ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના નવા પ્રમુખ તરિકે અમીત ચાવડાની વરણી

473

ગાંધીનગર : ગુજરાત પ્રદેશ કોંગ્રેસમાં વિધાનસભા ચુંટણીઓ પછી મોટા પાયે ફેરફાર થવાની ચર્ચાઓ થઈ રહી હતી. અને એક અઠવાડીયા પહેલા જ ભરતસિંહ સોલંકીએ રાજીનામું આપ્યાના સમાચારો વહેતા થયા હતા. ત્યાર બાદ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ તરિકે યુવાન નેતાને તક આપવામાં આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી હતી. ત્યારે આજે ઓલ ઇંડીયા કોંગ્રેસ સમિતિ દ્વારા આંકલાવના ધારાસભ્ય 35 વર્ષીય યુવા નેતા અમીત ચાવડાની પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ તરિકે નિયુક્તિ કરવામાં આવી છે. આવનારા સમયમાં રાજય તેમજ જીલ્લા સંગઠનમાં મોટા ફેરફાર થવાની શકયતા સેવાઇ રહી છે.

Get real time updates directly on you device, subscribe now.