અંજાર તાલુકાના વાડા ગામની સીમમાંથી દેશી દારૂ બનાવવાનો 1500 લીટર આથો પકડાયો

225

અંજાર : R R સેલ બોર્ડર રેન્જે અંજાર તાલુકાના વાડા ગામની સીમમાંથી દેશી દારૂનો આથો પકડયો છે. વડા ગામની સીમમાં R R સેલે રેઇડ પાડી આરોપી બાબુ કાના રબારી રહે. સંઘડ તા. અંજારના કબ્જામાં ગેરકાયદેસર રાખેલ દેશી દારૂ બનાવવાનો 1500 લીટર કિ. રૂ. 3000નો આથો જપ્ત કર્યો છે. રેઇડ દરમ્યાન આરોપી નાસી છુટયો હતો આરોપી વિરુદ્ધ અંજાર પોલીસ મથકે ફરિયાદ નોંધી તેની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.

Get real time updates directly on you device, subscribe now.