રામપર અબડાના સિધીક પઢીયારની લાશ મળી તે જ તલાવડીમાંથી તેની ગુમ થયેલ સ્કોર્પીયો કાર મળી આવી

2,371

ભુજ માંડવી માર્ગ પર આવેલ માવજી તળાવમાંથી મહિનાઓ અગાઉ અપહરણના ગુનાના ઉપયોગ કરાયેલ સ્કોર્પીયો કાર મળી આવી છે. મળતી વિગતો અનુસાર તા. 18-9-17 ના અબડાસા તાલુકાના રામપર- અબડા ગામના સિધીક પઢીયારનો મૃતદેહ માવજી તલાવડીમાંથી મળી આવ્યો હતો જે સંદર્ભે પ્રથમ અકસ્માત મૃત્યુનો ગુનો માનકુવા પોલીસ સ્ટેશને નોંધાયા બાદ અપહરણનો ગુનો પણ નોંધાયો હતો. આ કાર્યવાહીમાં હતભાગીના વિચેરા લેવામાં આવ્યા હતા અને તેને ફોરેન્સીક તપાસ માટે મોકલાયા હતા જેનો રિપોર્ટ હજુ સુધી આવ્યો નથી. આજે આ કારને બારે કાઢવામાં આવી છે જે મૃતક સિધીક પરિવારની હોવાનું જાણવા મળેલ છે.

Get real time updates directly on you device, subscribe now.