લગ્ન પ્રસંગે આવેલ અમદાવાદના પરિવારની કારને અબડાસામાં મીની લકઝરીએ ટક્કર મારતા એક નું મૃત્યુ

1,389

કોઠારા : નલીયા-માંડવી હાઇવે પર તુતરા ચેકપોસ્ટ પાસે બેફામ ચાલતી મીની લકઝરીએ અમદાવાદના ક્ષત્રિય પરિવારની કારને ટક્કર મારતા એક મહિલાનું મોત થયું છે. બપોરે બનેલી આ દુર્ઘટનામાં ચાર જણા ઇજાગ્રસ્ત થયા છે. મળતી વિગતો મુજબ તુતરા ચેકપોસ્ટ પાસે મીની લકઝરી ગાડી નં. GJ-3-AW-9902 વાળી ના ડ્રાઇવરે મારૂતિ કાર નં. GJ-1-HK-1782 ને ટક્કર મારતા કારમાં બેઠેલા વંદનાબા શક્તિસિંહ ઝાલા (40 વર્ષ),

નું સારવાર માટે લઇ જતા ગણતરીના સમયમાં મૃત્યુ થયું હતુ. અન્ય 4 જણામાં મયુર રાધુભા પરમાર (37 વર્ષ), જયરાજસિંહ રાણા (12 વર્ષ), હિનાબા રાણા (36 વર્ષ) અને મોનિકાબા પરમાર ઇજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્તો હાલ માંડવી એઇમ્સ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. 5 જણા અમદાવાદ બાપુ નગરના રહેવાસી હોવાનું જાણવા મળી રહ્યું છે.

Get real time updates directly on you device, subscribe now.